Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ભાવનગર પંથકમાં સગીરા ઉપર ૩ વખત દુષ્કર્મઃ મંગેતરને બિભત્સ ફોટા-મેસેજ મોકલી દીધા

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. રર :.. ભાવનગર પંથકની સગીરાને ધમકી આપી ત્રણ વાર દુષ્કર્મ આચરી   બાદમાં આરોપીએ સગીરાની સગાઇ થવાની હોય તે વાતની જાણ થતાં તેના મંગેતરને તેણીનાં બિભત્સ ફોટા તેમજ મેસેજ મોકલતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાય છે.

આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં પાલીતાણા પંથકની ૧૭ વર્ષીય સગીરાએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે નીતિન ડાયાભાઇ મકવાણાએ તેણીને તેના નાનાભાઇને મારી નાખવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ ત્રણ વખત દુષ્કર્મ આચરેલ. બાદમાં તેણીની સગાઇ થવાની હોય તે વાત નીતિનને જાણ થતાં તેણે તેનાં તથા સગીરાનાં ખરાબ ફોટાઓ તથા મેસેજ સગીરાના મંગેતરને મોકલી બદનામ કરી હતી. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:44 am IST)