Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૨૩ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી દરમિયાન અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટ પર સંવાદ કાર્યક્રમ

અમરેલી તા. ૨૨ : તાજેતરમાં મળેલ મીટિંગમાં ઉપસ્થિત તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો તથા તમામ સેલ ફ્રન્ટલના પ્રમુખો દ્વારા નવનિયુકત અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી. કે.રૈયાણી નું ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ હતું.

આગામી તારીખ ૨૩ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટ પર 'સંવાદ' કાર્યક્રમ  માટેની વિસ્તૃત માહિતી મીટિંગમાં આપવામાં આવેલ હતી.

પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ  પંકજભાઈ કાનાબાર દ્વારા સંગઠન વધુમાં વધુ મજબૂત કરી આગામી ચૂંટણીઓમાં ભાજપને ભરી પીવા અને પ્રવર્તમાન ખેડૂતોના કાળા કાયદાઓથી ખેડૂતોની ખુબ જ માઠી દશા થશે તેની વિસ્તૃત માહિતી આપેલ હતી.

પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી શંભુભાઈ દેસાઈ એ સર્વ સમાજને સાથે રાખી લોકોના પ્રશ્ને સતત અગ્રેસર રહી કોંગ્રેસ પક્ષ ને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી.

નવનિયુકત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડી.કે.રૈયાણી એ ઉપસ્થિત તમામ તાલુકા - શહેરના અગ્રણીઓને સંગઠન જ સર્વોપરી રહેશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટ તાલુકા કે શહેર સ્તરેથી સંગઠનમાંથી સર્વસંમતિથી નક્કી થયેલ કાર્યકરોને જ મળશે એવી ખાત્રી આપી હતી. ઉપરાંત સંગઠનમાં ફકત હોદ્દો ધરાવનારને બદલે કામ કરનાર લોકોને જ સ્થાન આપવા જણાવેલ હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી જનકભાઈ પંડ્યા, અમરેલીશહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ લલિતભાઈ ઠુમર તથા અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવેલ હતું.

 મીટિંગમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, દિલીપભાઈ સાવલિયા, બાબુભાઈ દુધાત જસમતભાઈ ચોવટીયા, આંબાભાઈ કાકડીયા, ભરતભાઈ સખવાળા, મનુભાઈ ડાવરા, ખોડાભાઈ માલવિયા તથા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ  લલીતભાઇ ઠુંમર, વિનુભાઈ કરકર, વિશાલભાઈ માલવિયા, ચિરાગભાઈ પરમાર તથા કિરીટભાઈ દવે તથા  બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ  જગદીશભાઈ કારેટીયા, રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ દિપકભાઈ રાયચા તથા  યુથ કોંગ્રેસના પરેશભાઈ ભુવા, બક્ષીપંચ મોરચાના નારાયણભાઈ મકવાણા, માઈનોરિટી ડિપાર્ટમેન્ટના દાઉદભાઈ લલીયા, અનુસૂચિત જાતિ મોરચાના હસુભાઈ બગડા કિસાન સેલના  નીલેશભાઈ દેસાઈ, લીગલ સેલના નિશિતભાઈ પટેલ, શિક્ષક સેલના પ્રવીણભાઈ વસરા, લોકસરકાર ઇન્ચાર્જ સંદીપભાઈ પંડ્યા, જનમિત્ર ઇન્ચાર્જ હાર્દિકભાઈ કાનાણી, શકિત પ્રોજેકટ ઇન્ચાર્જ વિપુલભાઈ શેલડીયા, વિશ્વકર્મા સેલના જગદીશભાઈ વ્યાસ, આઇટી સેલના શરદભાઈ મકવાણા, માલધારી સેલના કનુભાઈ ગેલોતર, એન.એસ.યુ.આઈ પ્રમુખ શ્રી કેતનભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પોકિયા એ પણ જહેમત ઉઠાવી હતી.

(11:36 am IST)