Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સાવરકુંડલામાં જરૂરિયાતમંદોને ગરમ કપડા વિતરણ

સાવરકુંડલા : જરિૃયાતમંદ લોકો ને દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી બ્લેન્કેટ અને ગરમ કપડાં નું વિતરણ કરેલ હતુ.  ફૂટપાથ પર કે ખુલ્લી જગ્યા માં આ કડકડતી ઠંડીમાં કુટુંબ સાથે રાતવાસો કરનાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને શોધી ને ગરમ બ્લેન્કેટ અને ગરમ કપડાં અને ખાસ કરીને નાના બાળકો ને નાના ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવે છે. તેમજ સાવરકુંડલા ની અન્ય સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરતી સંસ્થાઓ કબીર ટેકરી, બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ વિશાલભાઈ અને બગસરા માં વિચારતા સમુદાય સમર્થન મંચ ને બ્લેન્કેટ અને ગરમ કપડા આપી ને તેમના દ્વારા પણ વિતરણ કરવામાં આવેલ છે. પરાગભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન દ્વારા સાવરકુંડલા થી ચલાલા, બગસરા સુધી વાડી- ખેતરો માં અન્ય પ્રાંત માંથી આવેલ મજૂરો ને ઠંડી થી બચવા માટે સ્થળ પર રૂબરૂ જઈને વિતરણ કરવામાં આવેલ છે. આશરા વગર ના લોકો જે બહાર ખુલ્લાં માં સૂતા હોય તેને શોધી ને મધ્ય રાત્રી એ પરાગભાઇ ત્રિવેદી, પ્રફુલભાઈ ગોસાઈ, વિજયભાઈ મહેતા, પ્રિન્સભાઈ શિયાળ, અંતુભાઈ બગડા તેમજ પ્રદીપભાઈ દોશી દ્વારા બ્લેન્કેટ અને ગરમ કપડા નું વિતરણ કરવામાં આવેલ છે. તે તસ્વીર. (તસ્વીર : દિપક પાંધી, સાવરકુંડલા)

(11:36 am IST)
  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST