Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

નયારા એનર્જી-ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ

સીએફઓ અનુપ વિકલે પ્રોજેકટ તુષ્ટિ અંગે વિગતો જાહેર કરી

જામનગર તા.૨૨: લીલીછમ પૃષ્ટભૂમિ વચ્ચે બાળકોના હસતાં ચહેરાઓ,સુઘડ અને સ્વચ્છ ગામડાઓ, મોબાઇલ કિલનિકની આજુબાજુ ઉમટેલા આતુર ગ્રામજનો, બાળકની તપાસ કરતા તબીબ, આ બધા નાનાં-નાનાં દ્રશ્યો કહે છે કે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી આરોગ્ય, પૌષ્ટિકરણ અને સ્વચ્છતા વિશે નિર્ણાયક કાર્ય કરી રહી છે.

વાડીનારમાં વાર્ષિક ૨૦ મિલિયન ટન ઓઇલ રિફાઇનરીનું સંચાલન કરતી નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુપોષણનો એક પણ કેસ ન રહે એ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતિ કરાર કર્યો છે. જેમાં ભાગીદાર તરીકે જાહેર આરોગ્ય વિભાગ,ગાંધીનગર, જોહન સ્નોવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નયારા એનર્જી ''પ્રોજેકટ તુષ્ટિ''ના માધ્યમથી દેવભુમિ દ્વારકા જિલ્લાના ચાર બ્લોકના ૨૪૯ ગામોમાં અમલીકરણ કરી રહી છે.

આ પ્રોજેકટમાં કંપની નોંધપાત્ર નાણાકીય સંશાધનોનું રોકાણ કરી રહી છે, જેનો ઉદેશ્ય   એવો છે કે સહાયક નર્સ, આંગણવાડી કાર્યકરો અને માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો (આશા વર્કર) જેવા જમીની કક્ષાના આરોગ્ય કાર્યકરોના ઉત્સાહનું સંકલન કરી લક્ષ્ય સાધવું. આ ક્ષેત્રમાં પહેલાથી જ અન્ય કાર્યકરો ઉપરાંત ૬૩૦ થી વધુ સહાયક નર્સ અને ૪૫૦ થી વધુ આશા વર્કર જોડાયેલા છે. પ્રોજેકટ તુષ્ટિનો હેતું પણ એવો છે કે વિવિધ સરકારી વિભાગો વચ્ચે સુસંકલ કરી પોષણ અને આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું તથા બાળકો, કિશોરવયની છોકરીઓ અને મહિલાઓમાં પોષક આહારના વપરાશમાં ખાતરી સાથે વધારો કરવો.

નયારા એનર્જીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસરશ્રી અનુપ વિકલે પ્રોજેકટ તુષ્ટિ પર ચર્ચા કરી હતી.

પ્રોજેકટ તુષ્ટિ વિશે અમે ઘણું સાંભળ્યું છે જે તમે ગુજરાત સરકારના સહયોગથી હાથ ધર્યો છે, તે અંગે જણાવ્યુ કે ભારતને વિકાસના અનોખા વિરોધાભાસ પડકારોનો સામનો કરવો પડે છે, આપણે જ્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પૈકીના એક છીએ છતાં તેમણે કુપોષણ સામે લડવું પડે છે. ભારત સરકારે દેશના પોષણના સામેના પડકારોને પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે ત્યારે નયારા એનર્જી એક મહત્વની ભૂમિકા નિભાવી રહી છે અને આથી જ ગુજરાત સરકારની ભાગીદારીમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને પોષણયુકત બનાવવા પ્રયત્નશીલ છે.

પ્રોજેકટ તુષ્ટિ થકી અમેં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૯ ગામોમાં પોષણના સ્તરમાં સુધારો લાવવાનું લભ્ય રાખીએ છીએ. જે આ ક્ષેત્રના સર્વાગી વિકાસમાં ફાળો  આપે છે.

આ ક્ષેત્રમાં સુધારાને વેગ આપવા માટે કંપની ટેકનોલોજી અને નવા યુગની પધ્ધતિઓ દ્વારા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો લાભ આપી જિલ્લાના પોષણ સૂચકાંકને મજબૂત બનાવવા અમલીકરણ ભાગીદોર સાથે કાર્ય કરી રહી છે.

આ માટે તમે કર્યુ મોડેલ અપનાવ્યું છે? તે અંગે જણાવ્યુ કે આ ક્ષેત્રમાં સુધારાઓને વેગવંતો બનાવવા નયારા એનર્જી રાજયમાં અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિ, આહાર તથા પોણ સંબંધિત તમામ માહિતી અને વાસ્તવિક પોષણના વિતરણ માટેની માળખાકીય સુવિધાના મોડેલ પર કાર્ય કરી રહ્યા છીએ. જિલ્લાના પોષણ સૂચકાંકને મજબૂત બનાવવા માટે અમે ગ્રામ સખીઓ અને સ્વૈચ્છિક કાર્યકરો સાથે કામ કરી રહ્યા છીએ.

ગુજરાતમાં આહારની આદતને કારણે લોકોમાં પોષણની કેટલીક ખામીઓ છે, જે વર્તણૂકમાં ફેરફાર લાવવાની ખાસ જરૂરી છે. પ્રોજેકટ તુષ્ટિ એ એક વ્યાપકરીને ઘડાયેલો કાર્યક્રમ છે. જેમાં વર્તણૂકીય અને સામાજિક ફેરફારો પર પણ ધ્યાન આપવાનો પ્રયાસ થયો છે.

પ્રોજેકટ તુષ્ટિ પાછળનો આશય એ છે કે ગામના દરેક લોકો (બાળકો, કિશોરવયની છોકરીઓ, સગર્ભા મહિલા અથવા બાળકને ધાવણ આપતી માતાઓ)ને પુરા પાડવામાં આવતા આરોગ્ય સંભાળના નિવારક અને રોગનિવારકના સ્વરૂપો રાજયમાં પોષ્ણ પરિમાણોમાં સૌથી વધુ છે તેની ખાતરી કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રાજય અને જિલ્લાની કામગીરી પર નજર રાખવા માટે દૈનિક ધોરણે નિયંત્રિત અહેવાલ મેળવી રહ્યા છે. અમારા પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સામેલ છે. અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૪૯ ગામો અને વાડીનાર નજીકના ૧૫ ગામોને કુપોષણ મુકત બનાવવા માટે અમારા પ્રયત્નો ચાલું રાખીશું.

અમે માનીએ છીએ કે અમે ગ્રામિણ પરિસ્થિતિનો એક સામાન્ય ભાગ છીએ તેથી અમે જે સમાજ સાથે કાર્યરત છીએ તેના સામાજિક અને આર્થિક ઉત્થાનની ખાતરી કરવી એ અમારી જવાબદારી છે. અમારૃં લક્ષ્ય ત્રણ પારિવારિક વિષયોના ક્ષેત્રમાં કામ કરવાનું છે, જેમાં આરોગ્ય અને પોષણ, આજીવિકા તથા શિક્ષણ અને પર્યાવરણનો સમાવેશ થાય છે. સમાજ માટેની અમારી પ્રતિબધ્ધતા છે કે જે કાર્યક્રમો અમે ચલાવી છે છીએ તે નિશ્ચિત, શાસિત અને પરિણામ આધારિત છે. તેમ અનુપવિકલે જણાવ્યુ છે.

(1:03 pm IST)