Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ચોટીલામાં તસ્કરોની રંજાડ મેઇન બજારમાં કપડાની દુકાનના ખપેડા તોડી ૫૦ હજારના પેન્ટ શર્ટની ચોરી

ચોટીલા તા.૨૨: રવીવાર રાત્રી થી સોમવાર પરોઢ વચ્ચે મેઇન બજારમાં આવેલ રેડીમેઈડ કપડાની દુકાન યોગેશ સ્ટોર્સમાં પાછળનાં ભાગનાં પતરા ઉચા કરી દુકાનમાં કોઇ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી પેન્ટ શર્ટની ૫૦ જોડી રૂ. ૫૦.૦૦૦ની ચોરી કરેલ હતી સવારે દુકાનદારે દુકાન ખોલતા ચોરી થયાની જાણ થતા પોલીસ ને જાણ કરેલ હતી

શહેરમાં વધતા ચોરીનાં બનાવ અને મેઇન બજારની દુકાન નિશાન બનતા વેપારી આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયેલ હતા અને શહેરમાં દિવસે શહેરમાં પોલીસનાં રાઉન્ડ અને ટ્રાફિક જવાનો મુકવા તેમજ રાત્રીનાં હોમગાર્ડ, જીઆરડી, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકાય તેવી માંગ કરેલ છે.

તસ્કરોની એમ ઓ અને બનાવની સિચ્યુશન જોવા માટે પીએસઆઇ આર. જે. જાડેજા તથા સ્ટાફનાં માણસો બનાવ સ્થળની વિઝીટ કરેલ જેમા  દુકાન અને તસ્કરોનાં -વેશનાં રસ્તાઓ ઉપર નિરીક્ષણ કરેલ હતું અને બનાવને લઈને યુવાન વેપારી ભવ્ય યોગેશભાઇ શાહ ની ફરીયાદ લઈ તસ્કરી અંગે તપાસ હાથ ધરવા તજવીજ કરેલ છે.

મેઇન બજારમાં ચોરીનો બનાવો બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસને પણ હાઇવે અને ગામને જોડતા અનેક રસ્તાઓ હોવાથી અને મર્યાદિત હોમગાર્ડ આવતા હોવાથી ચોરીનાં બનાવો ડામવામાં ધારી સફળતા મળતી નહી હોવાનું કહેવાય છે.

(1:02 pm IST)
  • નાગરિકતા સંશોધન એક્ટની સુનાવણી પહેલા મધરાત્રે સુપ્રીમકોર્ટ બહાર મહિલાઓના ધરણા : મોડીરાત્રે કડકડતી ઠંડીમાં સુપ્રીમકોર્ટ બહાર મહિલાઓ હાથમાં બેનર અને પોસ્ટર પકડીને ધરણા પર બેઠા : નાગરિકતા સંશોધન કાયદાનું વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું access_time 1:08 am IST

  • સુરતમાં બાળમજૂરી કરતા ૨૯ બાળકોને છોડાવાયા access_time 12:58 pm IST

  • વૈષ્ણોદેવી ભવન હીમવર્ષાથી ઢંકાયું: હિમાચલમાં ૫ નેશનલ હાઈવે સહીત ૪૪૬ રસ્તાઓ બંધ : જમ્મુઃ જમ્મુ- કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે ત્રિકુટ પર્વત પર બિરાજિત માતા વૈષ્ણોદેવી મંદિરનું ભવન બરફથી ઢંકાઈ ગયે છેઃ ત્રિકુટ પર્વત પર ૩ ફૂટ, વૈષ્ણોદેવી ભવનમાં ૨ અને ઝાંસી છત્ત પર એકથી દોઢ ઈંચ હિમવર્ષા થઈ છેઃ જયારે હિમાચલમાં ૫ નેશનલ હાઈવે સહિત ૪૪૬ માર્ગ હિમવર્ષાને કારણે બંધ છે access_time 12:58 pm IST