Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં યાત્રિકો માટે ડુંગરે પાંચ કલાક પ્રતિબંધથી વિવાદ

સ્પર્ધાને સમર્થન પણ હિન્દુઓની ધાર્મિક લાગણી માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોંગ્રેસની માંગ

ચોટીલા તા. ૨૨ : ચોટીલા ખાતે ચામુંડા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા દરમિયાન પાચ કંલાકઙ્ગ યાત્રિકો માટે ડુંગર ચડવા પ્રતિબંધ ફરમાવતા કોગ્રેસ દ્વારા શ્રધ્ધાળુની આસ્થા અને હિન્દુ યાત્રિકોની ધાર્મિક લાગણી ધ્યાનમાં રાખી ઘટતુ કરવાની રજુઆત કરતા તંત્રના નિર્ણય ઉપર વિવાદ સજર્યો છે.

ચોટીલા પર્વત ઉપર તા. ૨૩ /૦૧નાં રોજ રમત ગમત યૂવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા ચોટીલા ડુંગર પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજેલ છે જેના ભાગ રૂપે તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે સવારનાં ૬ થી ૧૧ એમ પાચ કંલાક સુધી દર્શનાર્થે આવતા યાત્રાળુઓને પ્રતિબંધ કરવામાં આવેલ છે. પ્રતિબંધ ને લઈને શહેર કોગ્રેસ પ્રમુખ અજયભાઇ સામંડ, હરેશ ભાઇ ચૌહાણ, વનરાજભાઇ ધાધલ, ગોપાલ ટોળીયાઙ્ગ મુખ્યમંત્રી ને સંબોધિત પ્રાત અધિકારી આર. બી. અંગારી ને લેખીત આપી જણાવેલ છે.કે ગુજરાત અને ભારત ભરમાંથી શ્રધ્ધાળુઓ અહીંયા દર્શને આવતા હોય છે. જેથી યાત્રાળુઓની ધાર્મિક લાગણી ના દુભાય અને ડુંગર પર દર્શન થી વંચીત ન રહે જે ખાસ ધ્યાનમાં રાખી તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લાગણી સાથે માગણી કરી છે.ઙ્ગ

વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ગુજરાતનું નામ રમત ગમત ક્ષેત્રે રોશન કરતા અને આવી સ્પર્ધા જુસ્સાભેર આગળ વધે અમારૂ હર હંમેશા સમર્થન છે પણ હિન્દુ શ્રધ્ધાળુઓની લાગણી અને આસ્થાને ધ્યાને રાખી તાત્કાલિક ઘટતુ કરવા માંગણી કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ઉપર આવી વર્ષો પહેલા પણ સ્પર્ધા યોજાઇ ગયેલ છે, ભુંકપ સમયે ડુંગર ઉપર મંદિર પાછળની દિવાલ ધરાશાયી થયેલ હતી અને મહંત પરિવારનાં અનેક દુઃખદ પ્રસંગોએ પણ આટલા વર્ષોમાં ચામુંડા ડુંગર યાત્રિકો માટે બંધ નથી રહ્યો ત્યારે ડુંગર નાં ઇતિહાસમાં પાચ કંલાક ચડવા પર બંધના ફરમાનથી આવનાર યાત્રિકોને હાલાકી પડશે તેવી રજુઆત થતા સ્પર્ધા માટે તંત્રના નિર્ણય પર વિવાદ સર્જાયો છે.

(1:02 pm IST)