Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિરપુર શ્રીરામકથામાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમાં લોકગાયિકા ઐશ્વર્યા મજમુદારે રાસ-ગરબાની રમઝટ બોલાવીઃ પૂ.જલારામબાપાના પરિવારજનો ગરબે રમ્યા

વિરપુર(જલારામ):અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવમાં મોરારીબાપુની કથાના ચોથા દિવસે કથા પૂર્ણ થયા બાદ સાંજના સાડા પાંચ વાગ્યે ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે કથા સ્થળ પર સંગીતની સુરાવલી રેલાવી હતી.રાસ ગરબાના સૌ પ્રથમ ઐશ્વર્યા મજમુદારે પૂજય મોરારીબાપુને વંદન કરીને રાસ ગરબાનો પ્રારંભ કર્યો હતો જેના તાલે શ્રોતાઓ ઉપરાંત ગાદીપતિ રદ્યુરામબાપા, રસીકબાપા સાથે બાપાના તમામ પરિવારજનો પણ મન મુકીને રાસ ગરબે દ્યૂમ્યા જેમાં કીર્તિબેન તેમજ રાધિકાબેન માથા પર દીવડા ઉપાડીને ગરબો દ્યૂમ્યા હતા.પૂજય મોરારીબાપુની રામકથામાં કદાચ પ્રથમવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય આ આયોજનમાં પૂજય મોરારીબાપુ પણ ઉપસ્થીત રહયા હતા. સાથે સાથે કલાકાર સાંઈરામ દવે પણ હાજર રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા. વિરપુર.જલારામ)

(1:01 pm IST)