Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ધુણી રે ધખાવી પૂ. જલારામબાપા જોગી રે...વિરપુર કથામાં ભજનો રજૂ કરતા પૂ. રઘુરામબાપા

 

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રી રામ કથામાં વિરપુરના ગાદીપતિ પૂ. રઘુરામબાપા અને કિર્તીબેન ભજનો રજુ કરતા નજરે પડે છે.

વિરપુર (જલારામ), તા. રર : વિરપુર જલારામ ખાતે આયોજીત પૂ. મોરારીબાપુની રામકથામાં દરરોજ કથા પ્રારંભે વિરપુર પૂ. જલારામબાપા પરિવારના મોભી અને વિરપુરના ગાદીપતિ પૂ. રઘુરામબાપા અને પૂ. કિર્તીબેન પૂ. જલારામબાપાના દરરોજ ભજનોનું ગાયન કરે છે.

પૂ. મોરારીબાપુની સામે કથા સ્થળે શ્રીરામ કથાના સાજીંદાઓના તાલે 'ધુણી રે ધખાવી પૂ. જલારામબાપા જોગી રે..' જેવા ભજનો દરરોજ રજુ કરી રહ્યા છે.

(1:00 pm IST)