Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિદ્યાર્થીઓને રાજકીય દિશા તરફ દોરવાના પ્રયત્નો ખતરારૂમ : અર્જુનભાઇ મોઢવાડીયા

પોરબંદર, તા.રર : શહેરમાં વિદ્યાર્થીઓ પાસે સી.એ.એ. ના સમર્થનમાં પોસ્ટકાર્ડ ઝુંબેશની કામગીરી કરાવવા સામે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ વડાપ્રધાનને સોશ્યલ મીડિયામાં ટવીટ કરીને જણાવેલ કે વિદ્યાર્થીઓને રાજકીય દિશા તરફ દોરવાના પ્રયત્નો ખતરારૂપ ગણી શકાય.

અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ જાગૃતિ અંગે મદદ કરવી જોઇએ. તેને બદલે રાજકીય દિશા તરફ દોરી જવાના પ્રયત્નોથી શિક્ષણના પાયા હચમચી જશે. વિદ્યાર્થીઓને રાજકીય ડખલગીરીથી દૂર રાખવા જોઇએ.

(1:00 pm IST)