Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાલે આટકોટ પોલીસ ભવનનું લોકાર્પણ-પોલીસ આવાસનું ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખાતમુહુર્ત

આટકોટ, તા., રરઃ આટકોટ ખાતે નવા બનાવવામાં આવેલ પોલીસ ભવનનું લોકાર્પણ તેમજ પોલીસ આવાસનું ખાતમુહુર્ત કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે કાલે ૧ર વાગ્યે યોજાશે.

અંદાજે સાડા આઠ કરોડનાં ખર્ચે બનેલા અને બનનારા પોલીસ સ્ટેશનમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.

પોલીસ આવાસમાં પણ તમામ સુવિધાઓ રાખવામાં આવશે.

આટકોટ પોલીસ સ્ટેશન સામે યોજાનારા આ લોકાર્પણ અને ભુમીપુજન કાર્યક્રમમાં રેન્જ આઇજી સંદીપસિન્હા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, ગોંડલ ડીવાયએસપી ઝાલા સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આટકોટના પીએસઆઇ કે.પી.મહેતા તથા પોલીસ સ્ટાફજહેમત ઉઠાવી રહયા છે.

(12:59 pm IST)