Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દામનગરમાં રાષ્ટ્રીય પોલીયો અભિયાન સ્નઅંતર્ગત બાળકોને ટીપા અપાયા

દામનગર તા.રર : દામનગર શહેર માં રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન રવિવાર ની ઉજવણી દામનગર શહેર માં અમરેલી જિલ્લા ના આરોગ્ય અધિકારી શ્રી ડો. એચ. એફ.પટેલ સાહેબ ડો. આર.કે. જાટ સાહેબ ની સૂચના થી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર. આર. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો એનઆઇડી બાળ લકવાઙ્ગ નાબૂદી દિવસ નું ૭ઙ્ગ બુથ અને ૧૩ અલગ અલગ વિસ્તાર માં ઉદ્દદ્યાટન કરી ઉજવણી કરવામાં આવેલ જેમાં દામનગર નગર પાલિકા પ્રમુખ ગોબર ભાઈ નારોલા,ઉપ પ્રમુખ હરેશભાઈ પરમાર, માજી પ્રમુખ ભીમજી ભાઈ વાવડિયા દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, સામાજીક અગ્રણી કિશોરભાઈ ભટ્ટ, હિમાંશુ ભાઈ તન્ના, તેમજ આગેવાનો દ્વારા વિવિધ સ્થળે ઉદ્દદ્યાટન કરી ઉજવણી કરવામાં આવી.

 સમગ્ર કાર્યક્રમ મા દામનગર ના આરોગ્ય ના સ્ટાફ આરબીએસકે મેડિકલ ઓફિસર ડો. હિતેશ પરમાર, રણજીતભાઇ વેગડા,રાજ દીક્ષિત, પ્રિયકાંત ભટ્ટી,એફ એચડબલ્યુ પૂર્વીબેન પડાયા તેમજ આશા વર્કર બહેનો વિજયા બેન, ઇલા બેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

(11:52 am IST)