Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હળવદના કિડની સ્પેશ્યાલીસ્ટ ડો.ત્રિવેદીની સ્મૃતિમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ સંપન્ન

હળવદ તા.રર : હળવદ તાલુકા નું રત્ન અને વિશ્વ વિખ્યાત કિડની ડોકટર પદ્મ શ્રી ડાઙ્ખ.એચ.એલ.ત્રિવેદી સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો. મોરબી જિલ્લા પોલીસ વડા ડાઙ્ખ. કરણરાજ વાદ્યેલા સહિત મહાનુભાવો એ પણ રકતદાન કરી સેવા ની સુગંધ પ્રસરાવી.ઙ્ગશિશુમંદિર ખાતે સરકારશ્રી દ્વારા ચાલતા ચિલ્ડ્રન હોમ માં અદ્યતન ૪ કોમ્પ્યુટર ની કીટ મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંસ્થા ને અર્પણ કરી.

હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને શિશુમંદિર હળવદ ના સંયુકત ઉપક્રમે હળવદ તાલુકા ના ચરાડવા ગામ ના વતની મહામાનવ ઙ્ગઅને વર્ષો પહેલા કેનેડા માં ધીગતી કમાણી છોડી અને માદરે વતન અને દેશ ના દર્દીઓ ની સેવા કરવા ના શુભ આસય થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કિડની વિભાગ ની સ્થાપના કરનાર પદ્મશ્રી ડાઙ્ખ. એચ.એલ.ત્રિવેદી સાહેબ ની પુણ્ય સ્મૃતિ માં આજરોજ હળવદ ના શિશુમંદિર ખાતે ભવ્ય સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા ના યુવાનો એ સ્વૈચ્છીક રકતદાન કરી અને સેવા કાર્ય માં નિમિત બન્યા હતા સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ વડા ડાઙ્ખ. કરણરાજ વાદ્યેલા , શ્રીજી હોસ્પિટલ ના ડાઙ્ખ. ચિરાગ શાહ , હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ ખાંભલા , પી એસ.આઇ પી.જી.પનારા સહિત મહાનુભાવો એ પણ રકતદાન કરી સેવા ની સુગંધ પ્રસરાવી હતી સાથે હળવદ શિશુમંદિર માં સરકાર શ્રી દ્વારા ચાલતા ચિલ્ડ્રન હોમ માં પણ ૪ કોમ્પ્યુટર ની કીટ મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી અને આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં હળવદ તાલુકા ના ઙ્ગયુવા ભાઈઓ બહેનો એ રકતદાન કરી માનવ જીવ ની જિંદગી બચાવવા માં નિમિત બન્યા હતા આ રકતદાન કેમ્પ માં ૧૨૦ બ્લડ ની બોટલ એકત્ર થયેલ એકત્રિત થયેલ બ્લડ ની બોટલો સિવિલ હોસ્પિટલ કિડની વિભાગ ની બ્લડ બેન્ક માં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક પણે ઉપયોગ માં લેવામાં આવશે આ કાર્યક્રમ માં કિડની વિભાગ બ્લડ બેન્ક ના હેડ ડાઙ્ખ.અરુણા મેડમ , મોરબી જિલ્લા પોલીસ વડા ડાઙ્ખ. કરણરાજ વાદ્યેલા , પૂજય દીપકદાસજી મહારાજ , પૂજય પ્રભુચરણ બાપુ , પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , ધીરુભા ઝાલા , બીપીનભાઈ દવે , અજયભાઈ રાવલ , વલ્લભભાઈ પટેલ ,કેતનભાઈ દવે સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)