Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગાંધીધામઃ સગીરા ઉપર બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

ભુજ,તા.૨૨: વર્ષ ૨૦૧૫ માં સગીરા સાથે બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપીને આકરી સજા ફટકારી ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

ગત ૬/૧/૨૦૧૫ માં પોતાના કાકાને ઘેર ગાંધીધામમાં રહેવા આવેલી સગીરાને તેમની પડોશમાં રહેતો ધર્મેશ અરવિંદ ગોહિલ નામનો યુવાન ઉઠાવી નાસી છૂટ્યો હતો. શોધખોળ બાદ બન્ને મળી આવતા સગીરાએ જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો છે. જે અંગે ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. જે કેસ ચાલી જતાં સ્પે. કોર્ટના જજ આર.જી. દેવધરાએ ૧૭ સાક્ષીઓ અને ૨૩ દસ્તાવેજી આધારો તપાસી આરોપી ધર્મેશ અરવિંદ ગોહિલને ૧૦ વર્ષની સખત જેલ સાથે ૭ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ હિતેષીબેન ગઢવીએ દલીલો કરી હતી.

(11:48 am IST)