Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાવનગર જીલ્લામાં ગ્રામ પંચાયતની મધ્યસત્ર અને પેટા ચૂંટણીના પરિણામો જાહેર

ભાવનગર તા. રર :.. ભાવનગર જીલ્લામાં ગત રવિવારે ગ્રામ પંચાયતની મધ્યસત્ર અને પેટા ચૂંટણીના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૪૭.૦૬ ટકા મતદાન થયુ હતું. જયારે પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૧.૧પ ટકા મતદાન થયુ હતું.

જેમાં પાલીતાણા તાલુકાની ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણીમાં મોટીરાજસ્થળીના સરપંચ પદે જીજ્ઞેશભાઇ કાળુભાઇ ચૌહાણ ચૂંટાય આવ્યા હતાં. તેમજ ૭ વોર્ડ સભ્યો ચૂંટાયા હતાં. મહુવા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાતોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે લાભુબેન હિંમતભાઇ હડીયા ચૂંટાયા હતાં. જયારે બગદાણના સરપંચ પદે સામંતભાઇ પુનાભાઇ ભાલીયા ચૂંટાયા હતાં. જયારે દયાળ ગ્રામ પંચાયતના સભ્યપદે ભરતભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ ચૂંટાયા હતાં. જયારે મહુવા તાલુકાના માળાવાવ  ગ્રામ પંચાયતના ૧૦ વોર્ડ સભ્યો ચૂંટાયા હતાં. જયારે શિહોર તાલુકાના સોનગઢ ગ્રામ પંચાયતની વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણીમાં જીતેન્દ્રભાઇ દીલીપભાઇ વાણીયા ચૂંટાયા હતા જયારે વલ્લભીપુર તાલુકાના લુણધરા ગ્રામ પંચાયતમાં વોર્ડ નં. ૩ અને પ ની પેટા ચૂંટણીમાં વોર્ડ સભ્યો ચૂંટાઇ આવ્યા હતાં.

(11:46 am IST)