Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મહિલાઓ સ્વનિર્ભર અને રક્ષણ માટે જાગૃત બનેઃ વિનોદભાઇ ચાવડા

મોરબીમાં નારી સંમેલન અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

મોરબી,તા.૨૨: ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સયુંકત ઉપક્રમે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નિમિતે નારિ સમેલનઙ્ગ અને કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ હતી.

અધ્યક્ષસ્થાનેથી સાસંદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, સમયાંતરે આવી શિબિર અને મહિલા સમેલનો થકી મહિલાઓ સ્વનિર્ભર થાય,ઙ્ગરક્ષણ માટે જાગૃત બને,ઙ્ગસરકારની યોજનાઓની જાણકારી મેળવી લાભ લે તે આ સરકારનો ઉદ્દેશ છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઇ મિશન મંગલમ યોજના અને સખી મંડળોની સ્થાપનાથી મહિલાઓ પગભર થઇ છે. શિબિરમાં મળેલ માહિતી નીચલા સ્તર સુધી લઇ જઇ માર્ગદર્શક બનવા પણ આ તકે તેઓએ અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી એસ.એણ. ખટાણાએ રાજય સરકારે મહિલાઓના હક માટે આયોગની રચના કરી હોવાનું જણાવી આ શિબિર મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલાઓ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવો ઉદ્દેશ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ જણાવ્યું હતુ કે,ઙ્ગરાજય સરકાર દ્વારા બહેનો કેમ આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રમત-ગમતમાં બહેનો આગળ આવે,ઙ્ગવ્યસ્ન મુકિત તરફ જાગૃતિ ફેલાવે તે માટે અપીલ કરી હતી.

જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડીયા જણાવ્યું હતું કે મહિલાઓ જાગૃતિ થઇ યોજનાની માહિતી મેળવી લાભ લે અનેઙ્ગ દિકારીઓને તેમના સ્વપ્ન સાકાર કરવા આઝાદી આપી તેમજ દિકારીને ભણાવો અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા વધુમાં જણાવ્યું હતું.

સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયાએ જણાવ્યું હતું કે,ઙ્ગસમાજ સુરક્ષા વિભાગ હેઠળ દિવ્યાંગોની મફત પાસની સુવિધા,ઙ્ગદિવ્યાંગ લગ્ન સહાય યોજના,ઙ્ગદિવ્યાંગ સાધન-સહાય યોજના,ઙ્ગપાલક માતા-પિતા યોજના અંગેની માહિતી આપી હતી.માતૃભૂમી વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણીએ પર્યાવરણ જાગૃતિ અંગેની માહિતી આપી. હતી. કાર્યક્રમનું સંચાલન રંજનબેન મકવાણાએ કર્યુ હતું.

(11:45 am IST)