Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તળાજાના શેળાવદર ગ્રામ પંચાયત ઓફિસને તાળાબંધી

ભાવનગર, તા.૨૨:તળાજાના શેળાવદર ખાતે શેળાવદર ગામ ઉપરાંત દકાના, પાદરી(ભં)ના સરપંચ, આગેવાનો સહિતના એમળી શેળાવદર ગ્રામ પંચાયત કચેરી ને તાળાંબંધી કરી હતી. આરોપ લગાવ્યો હતોકે પંચાયત નું રેકોર્ડ ચોરાઈ જાય છે.વીજ કંપની દ્વારા ખેડૂતોની જમીન છીનવી લેવી અને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ન્યાય નહિ મળેતો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

તળાજા ના શેળાવદર ખાતે જેટકો દ્વારા સબ સ્ટેશન ઉભું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.જેને લઈ સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતુંકે જે જમીન નો ઠરાવ કરવામાં આવેલ અને અમો ગ્રામજનોને જે જમીન ની જાણ કરવામાં આવી હતી તેના બદલે ખેડુતો ને નુકશાન જાય તે રીતે કામશરૂ કરવામાં આવી રહયુ છે.

૨૦૧૩ ની સાલ ના દસ્તાવેજી રેકોર્ડ પંચાયત કચેરીમાંથી ચોરાઈ ગયા હોય અને મંત્રી ના હસ્તક હોવાથી સલામત રેકોર્ડ નહોય તેમાટે પંચાયત કચેરી ને તાળાંબંધી કરવામાં આવી હતી.

અહીં દકાના ,પાદરી ગ્રામપંચાયત ના સરપંચ સહિતના મહિલા પુરુષો આગેવાનોએ દોડી આવ્યા હતા.તેઓએ ખેૂડતો સાથે અન્યાય થઈ રહ્યો છે.પૂરતું વળતર જમીન નું ચૂકવવા માં નથી આવતું.રાજયના વીજમંત્રી સૌરભભાઈ પટેલ અને કલેકટર ને પણ જાણ કરી છે. પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.ગ્રામજનો મળીને ઉગ્ર ંઆદોલન કરતા ખચકાશે નહિ.

બીજી તરફ મંત્રી એ ઉપરી અધિકારી ના નામે ખો આપી હતીકે તેના આદેશ અને પંચાયત અધિનિયમ મુજબ પોતે કાર્યવાહી કરી રહ્યા છે.

પાદરી (ભં) ગામના આગેવાનો એ જણાવ્યું હતુંકે ખેડુતો સાથે જેટકો કંપની દ્વારા અન્યાય થઈ રહ્યો છે.એ બાબતે સરકાર અને કલેકટર ને જાણ કરી હતી.જેને લઈ રૂબરૂ સાંભળવા બે વખત બોલાવેલ પણ તે સમયે તેઓ મળ્યા નહતા. આમ ગામડાના ખેૂડતો ની અવગણના થતી હોવાની લાગણી જોવા મળી હતી.

(11:44 am IST)