Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાવનગર જિ.ના મહુવા પંથકના રસ્તાના કામો માટે રૂ.૩૦.૪પ કરોડની ગ્રાન્ટની ફાળવણી

અમરેલી તા. ર૧ : રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી-વ-માર્ગ અને મકાન મંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારના વિવિધ ર૬ માર્ગોને કાચા થી ડામર, ૭ વર્ષ રીસફેસીંગ, ૧૦ વર્ષ રીસફોસીંગ કોઝવેથી પુલ, થ્રુ રૂટ, અ.જી.માં અને ગ્રામ્ય માર્ગોને પહોળા કરવાના કામો માટે રૂ.૩૦.૪પ કરોડ જેવી માતબર રકમ મજુર કરવા બદલ અમરેલીના સાસદ નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો આભાર વ્યકત કરેલ છે. સરકાર તરફથી મજુર કરવામાં આવેલ માર્ગોના કામોની વિગત નીચે મુજબ છે.

જે કામો મંજુર થયેલ છેતેમાં મહુવા તાલુકામાં ડોળીયા-દુધેરી, બીલડી-માઢીયા,  પઢયારકા-દુધેરી, વાલાવાવ-સથરા, ઓથા-ભાદ્રોડ, મહુવા શની મંદિર ડુડાસ એપ્રોચ રોડ, કુભણ-ભાદરા, મોટા-જાદરા- નેસવડ, કળસાર-કોટડાનો સમાવેશ થાય છે.

જયારે ૭ વર્ષની રેસફેસીંગના કામોમાં મહુવા-કતપર ભવાની રોડ, કતપરા-ભવાની રોડ, મહુવા-કતપર રોડ (ભવાની જંકશનથી કતપર ગામ સુધી) મહુવા-ખરેડ-ગઢડા રોડ, વાઘનગર-કતપર રોડ, નેસવડ-હરીપર રોડ, કૃભણ-રૂપાવટી રોડ, ચોકવા-કટાસર રોડ, કાજળી-રૂપાવટી-કુભણ રોડ જયારે ૧૦ વર્ષ રીસફેંસીંગ કરવાના કામમાં કટાસર-બેલમપર રોડ, ભાદ્રોડ-રાતોલ રોડનું કામ  હાથ પર ધરાશે.

જયારે કોઝવેથી પુલના કામોમાં મહુવા તાલુકામાં મોટા પીપળવા-કણકોટ રોડ, ડુડાસ-ઝીઝકા રોડ, કટાસર-ચોકવા રોડ, મહુવા-મોટા જાદરા રોડ, તરેડ-તલગાજરડા રોડનો સમાવેશ કરવામાં આવેલ છે.

(11:41 am IST)