Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કોડીનાર યાર્ડનો વેપારી ખેડુતોના લાખો લઇને છું થતા પોલીસ ફરિયાદની તજવીજ

કોડીનાર તા ૨૨  :  માર્કેટીંગ યાર્ડમાં FM એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા વેપારી મોહસીન અસરફભાઇ કચ્છી ઘણા સમયથી વેપાર કરતો હતો, હાલ સરખડી ગામે શરૂઆતમાં ખેડુતોનો માલ લઇ માલના પૈસા ચુકવી દીધા બાદ ખેડુતોનો વિશ્વાસ કેળવી ૪૦ જેટલા ખેડુતોનો માલ ખરીદ કરી ખેડુતોને બિલ પેટે ચેક આપ્યા હતા, જે બધા ચેકો પરત થતાં ખેડુતો કોડીનાર માર્કેટિંગ યાર્ડમૉ દુકાને આવતા, દુકાને અલીગઢ તાળું જોઇ તનપાસ કરતા મોહસીન કેટલાક દિવસથી દુકાન બંધ કરી નાસી ગયો હોવાનું જાણવા મળતા સરખડી, ધામલેજ, અને દુધાળાના ખેડુતો સામુહીક પોલીસ ફરિયાદ કરવા કોડીનાર પોલીસ સ્ટેશનમાં દોડી જતા પોલીસે યાદી તૈયાર કરી આપવા જણાવતા ૪૦ જેટલા ખેડુતોએ તેમના નામ અને રકમ સાથેથી યાદી તૈયાર કરી પોલીસ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(11:40 am IST)