Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પાલીતાણાના મોટીરાજસ્થળીના સરપંચપદે ચૂંટાતા જીજ્ઞેશ ચૌહાણ

પાલીતાણા, તા. રર : મોટી રાજસ્થળી ગામે સરપંચનું બજેટ સભ્યો દ્વારા મંજૂર ન થતાં સરપંચે નિયમ અનુસાર રાજીનામું આપી દીધેલ ત્યારે દોઢ વર્ષ પંચાયતની ચૂંટણીને બાકી હોય ત્યારે થયેલ મતદાનમાં ભાજપની ઉંઘ ઉડી જાય તેવું અકલ્પી પરિણામ આવવા પામ્યું હતું તેમજ અગાઉના પંચાયતમાં સભ્યો હતાં તે અત્યારની ચૂંટણીમાં તમામ સભ્યોની કારમી હાર થવા પામી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

તેમજ સરપંચ તીરકે જીગ્નેશભાઇ કાળુભાઇ ચૌહાણને (પ૦ર) મત મળેલ. દુર્ગશભાઇ કલાભાઇ મકવાણા (૪૧૮) અને નોટામાં (૧૬) મત પડેલ કુલ ૯૩૬ લોકોએ મતદાન કર્યું હતું. જીગ્નેશભાઇની પેનલમાં વોર્ડ નં.પમાં તેમના ધર્મપત્ની કિરણબેન જીગ્નેશભાઇ ચૌહાણ પણ વિજય બન્યાની જેથી પંચાયતમાં એક પરિવારના પતિ પત્ની બંને ચૂંટણી જીતી ગયા. આ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભાજપના મોટા રાજકીય અગ્રણીઓ રસ લઇ મહેનત કરી, પરંતુ પ્રજાએ સ્પષ્ટ જાકારો આપ્યો હોય તેમ કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે.

ભાજપની પ્રતિષ્ઠાનો જંગ બનેલ મોટી રાજસ્થળી ગ્રામની ચૂંટણીમાં કારમો પરાજયથી ભાજપના મોવડીને વિચાર કરતા મૂકી દીધા છે. જીગ્નેશ ચૌહાણ યુવા કોંગ્રેસના મહામંત્રી તાલુકાના છે. ૮૪ મતે વિજય બન્યા.

(11:53 am IST)