Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાવનગર યુનિવર્સીટી દ્વારા ટ્રેકીંગ કેમ્પ

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી કુ.રાધિકા બાંભણીયા, બારૈયા દેવુ, સોલંકી રસીલા, ચૌહાણ કેવલ, ગોહિલ આરતી, કાંબડ પાયલ, મકવાણા દયા, સોલંકી અરૂણા, બારૈયા સપના, ડાભી મીના, ચુડાસમા લલીતા, ડાભી સપના, ચૌહાણ તુલસી એમ કુલ ૧૩ વિદ્યાર્થીની એમકેબી યુનિ. દ્વારા આયોજીત હાઇહિલ હિમાલય ટ્રેકીંગમાં પસંદગી થવા પામી હતી. આ કેમ્પ ઉતરાખંડના બાગેશ્વર ધાકુડી વિસ્તારમાં સાડા ૩ ફૂટ બરફની વચ્ચે અને માઇનસ ૮ ડીગ્રી તાપમાનમાં સફળતાપુર્વક ટ્રેકીંગ પુર્ણ કરીને કોલેજનુ ગૌરવ વધારેલ હતુ. આ ટ્રેકીંગ કેમ્પમાં કોલેજના પીટીઆઇ અસ્મીતા જેઠવાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ટ્રેકીંગ કરતી વિદ્યાર્થીનીઓની તસ્વીર.

(11:38 am IST)