Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઉપલેટાના મોટી પાનેલીમાં પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત જવાહરભાઇ ચાવડાના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આજરોજ રાજય સરકારના ૭૧જ્રાફ્ર પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ વિશેષ રૂપે રાજય સરકારના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પૂર્વ સંાસદ શ્રી હરિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી લાખાભાઇ ડાંગર જિલ્લા પંચાયત સમિતિ ના ચેરમેન શ્રી બાલુભાઈ વિંઝુડા ઉપ સરપંચ શ્રી બધાભાઇ ભારાઈ પૂર્વ સરપંચ શ્રી મનુભાઈ ભાલોડીયા અશોકભાઈ પાંચાણી, રમેશભાઈ માખેચાઙ્ગ તાલુકાના જિલ્લા ભાજપ માલધારી સેલના શ્રી વિજયભાઈ ગમારા જિલ્લા ભાજપ ના શ્રી મહેન્દ્રભાઈ ભાલોડીયા તાલુકા ભાજપ ના શ્રી બાબુભાઇ હુંબલ, નરસિંહભાઇ મુંગલપરા, દિલીપસિંહ વાળા, પૂર્વ પ્રમુખશ્રી રમેશભાઈ મકવાણા, ભામભાઇ રબારી વગેરે આગેવાન કાર્યકરો એ ઉપસ્થિત રહી પાનેલી થી હરિયાસણ ને જોડતા પૂલ નું ખાત મુહૂર્ત, મોટી પાનેલી ગ્રામ પંચાયત નું લોકાર્પણ, હરિયાસણ ગામને જોડતા નવા બનેલા પેવર રોડનું લોકાર્પણ વગેરે કાર્યોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત ની તકતી નું અનાવરણ કરી કરેલ હતા.ઙ્ગમોટી પાનેલી ના હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં યોજાયેલ આજના આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ગ્રામજનોની હાજરી માં મંત્રી શ્રી જવાહર ચાવડાએ રાજય સરકારની પ્રજાસતાક પર્વની ઉજવણી રાજયના નાના નાના ગામોમાં જઈને પ્રજાલક્ષી કાર્યો કરવાની પેરવી ને બિરદાવી હતી અને ગામલોકોના પ્રશ્નો તેમજ મુશ્કેલીઓ સાંભળી ગામડાના લોકોની હાલાકીઓ નું નિવારણ કરવું તે રાજય સરકારની જવાબદારી છે તેવું જણાવતા લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. પૂર્વ સંસદ શ્રી હરિભાઈ પટેલે પોતાની વાતમાં પાનેલી જનતા પાણીદાર છે હોશિયાર છે પણ છેલ્લા કેટલાક સમય થી આ જનતા પોતાની ઓળખ ભૂલી જઈને સંગઠિત નથી દરેક લોકોના અલગ અલગ મિજાજ અને જીદ ને લીધે પાનેલી પોતાની ઓળખ ધીમે ધીમે ગુમાવી રહ્યાની વાત કરી હતી અને સંગઠિત બની પાનેલીને ફરીથી પાણીદાર ગામ બનાવાની હાકલ કરી હતી. કાર્યક્રમ ને સફળ બનાવા જિલ્લા તંત્ર ના તમામ વહીવટી અધિકારીઓ જેમાં પ્રાંત અધિકારી શ્રી મિયાણી સાહેબ તાલુકા મામલતદાર શ્રી માવડીયા સાહેબ ડે. ઈજનેર શ્રી ગોહિલ સાહેબ,ઙ્ગ ટી ડી ઓ શ્રી વ્યાસ સાહેબ, તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી શ્રી સુવા સાહેબ,ઙ્ગ નાયબ મામલતદાર શ્રી બોરખતરીયા સાહેબ શ્રી ભાદરકા સાહેબ, પાનેલી ગામના મંત્રી શ્રી વાળા સાહેબ, તાલુકા શાળાના આચાર્ય શ્રી માલદે સાહેબ વગેરે સરકારી અધિકારીઓ સાથે પાનેલી ગ્રામ પંચાયત ના શ્રી મનુભાઈ ભાલોડીયા ઉપ સરપંચ શ્રી બધાભાઇ શ્રી રમેશભાઈ શ્રી મહેન્દ્રભાઈ ગ્રામ પંચાયતના તમામ સભ્યો સાથે કર્મચારીઓ એ ભારે જહેમત લીધી હતીઙ્ગ રાજય સરકાર દ્વારા પોલિયો નિવારણ કાર્ય ચાલુ હોય મંત્રી શ્રી એ આરોગ્ય અધિકારી શ્રી ની ઉપસ્થિતિ માં બાળકોને પોલિયોના ટીપા પીવરાવી સમાજને પોલિયો વિશે જાગૃત રહેવા અપીલ કરી હતી.ઙ્ગઆ તકે પાનેલી કોળી સમાજ દ્વારા તેમજ ભરવાડ સમાજ દ્વારા તેમજ તાલુકા ભાજપ દ્વારા મંત્રી શ્રી નું સાલ તેમજ ફુલહાર થી વિશેષ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ નું સંચાલન પૂંજાભાઇ વારુ એ કરેલ હતું આભારવિધિ શ્રીપટેલે કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ સરપંચ શ્રી મનુભાઈ તેમજ ઉપસરપંચ શ્રી બધાભાઇએ પાનેલી ગામવતી સર્વોનો આભાર વ્યકત કર્યો હતો.(તસ્વીર - અહેવાલ : અતુલ ચગ, મોટી પાનેલી)

(11:37 am IST)