Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ટંકારા પોલીસ ઉપરના હુમલા પ્રકરણમાં છ માસથી વોન્ટેડ શકિતસિંહ પકડાયો

 મોરબી તા. ૨૨: ટંકારા પોલીસ પર હુમલો કરી મારામારના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

 મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપી શકિતસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૨)( રહે જોધપર ઝાલા તા. ટંકારા)ળાને મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપી લઇ ટંકારા પોલીસના હવાલે કર્યો હતો.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, કૌશિકભાઈ મારવણીયા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા રોકાયેલ હતા

(11:37 am IST)