Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઝીંઝુવાડામાં સરપંચ પદે કોંગ્રેસના ગીતાબા વિજેતા

વઢવાણ,તા.૨૨:ઝીંઝુવાડા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીનુ કોંગ્રેસના અડીખમ કાર્યકર્તા એવા શ્રી બિપીનસિંહ ઝાલા ના ધર્મપત્ની શ્રીમતિ ગીતાબા હરીફ ઉમેદવારને પછાડી ને ૬૮૨ મતની જંગી લીડથી વિજેતા જાહેર થયા. પરિણામ જાહેર થતાંની સાથે સરઘસ આકારે ધારાસભ્ય નૌશાદભાઈઙ્ગ સોલંકીના કાર્યાલય ઉપર આવીને સૌને મીઠું કરાવ્યું. સહકાર આપતા પાટડી તાલુકા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી જયવીરસિંહ કનુભા ઝાલા તેમજ મેતુભા ઝાલા , જયેન્દ્રસિંહ દીપસિંહ, શ્રીગોવુભા લાલભા તથા યુવા માલધારી અગ્રણી વિક્રમભાઈ રબારી તેમજ ઠાકોર આગેવાન નાગજીભાઈ ઠાકોર અસંખ્ય સહીત તમામ સમાજના કાર્યકર્તાઓએ  મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે. આ પ્રસંગે શ્રી બીપીન સિંહ ઝીંઝુવાડા ગ્રામ પંચાયતને વિકાસની એક નવી ઊંચાઈએ લઈ જઈશું તેવું વચન આપ્યું.

(11:55 am IST)