Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

જામનગર જિલ્લામાં પોલીયો અભિયાન અંતર્ગત ૮૭૫૫૨ બાળકોને ટીપા અપાયા

જામનગર,તા.૨૨:સમગ્ર દેશની સાથે જામનગર જિલ્લામાં પણ તા.૧૯/૦૧/૨૦૨૦ના રોજ પોલીયો રવિવારના દિવસે જિલ્લાભરમાં ગ્રામ્ય વિસ્તારમાં પોલીયોનાં ટીપા પીવડાવ્યાની કામગીરી કરવામાં આવેલ. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાં જામનગર જિલ્લા દ્વારા સારામાં સારી કામગીરી થયેલ છે. કુલ ૮૭૫૫૨ બાળકોને રવિવાર અને સોમવારના દિવસે પોલીયોના ટીપા પીવડાવી બાળકોને રક્ષિત કરવામાં આવેલ છે.

આ કામગીરી સમગ્ર ગુજરાત રાજયમાં જામનગર જિલ્લામાં ખુબ સારી રીતે થયેલ જેને રાજયના આરોગ્ય કમિશનરશ્રીએ બિરદાવેલ છે તેમજ આવી કામગીરી સારી રીતે આગામી દિવસોમાં પણ થાય અને બાકી રહેલ એક દિવસમાં હજુ પણ દ્યરે દ્યરે ફરીને જિલ્લાના તમામ બાળકોને પોલીયોના ટીપાથી રક્ષિત કરવામાં આવે એમ જણાવેલ તથા જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.જી.બથવારને અભિનંદન સાથે કામગીરી ૧૦૦ ટકા સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ કરવા જણાવેલ.

સમગ્ર જિલ્લામાં સારી કામગીરી માટે તમામ આશા બહેનો તેમજ આરોગ્ય કર્મચારી ભાઈઓ તથા બહેનો પણ અભિનંદન પાઠવેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

(11:33 am IST)