Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તળાજાના ગોરખી, દકાના, સરતાનપર ગામ વચ્ચે શેત્રુંજી નદીના પટમાંથી ૩ કરોડની રેતીનું ખનન

ખાણ ખનીજ વિભાગના અધિકારી નિલેશ ગોહિલે પર્યાવરણને નુકશાન સહિત રૂ.૪,૦૬૩૨૦૨૬/-ની રકમની પોલીસમાં નોંધાવી ફરિયાદ

ભાવનગર, તા.૨૨: તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદી ખનન કર્તાઓએ એ હદે ખોદી નાખી ને રેતી કાઢી લેવામાં આવી છેકે શેત્રુંજી નદી વાતે ભૂગર્ભ જળ ખારાથઈ ગયા છે.હજારો વિદ્યા જમીન ખેડૂતો ની ખારછી થઈ ગઈ છે. ખનન માફિયાઓ નું નેટવર્ક એટલું જબબર છેકે જિલ્લા પોલીસ વડાએ એક વખત ખનન માફિયા સામે લાલઆંખ કરવા પોલીસ કાફલો લઈ ને દોડી આવવું પડયુ હતું. તેમ છતાંય ત્રીજા જ દિવસ થી સ્થાનિક પ્રશાશન સાથે થયેલ સેટીંગને લઈ ખનન શરૂ થઈ ગયુ જે આજ સુધી ચાલી રહ્યુ છે.

જેમાં ભાવનગર સ્થિત ખાણ ખનીજ વિભાગ ના અધિકારી ગોહિલ નિલેશ ચંદુભાઈ ઉવ ૨૭. એ ગત તા ૧૭ અને ૧૮ ના રોજ સાંજ ના સમયે અજાણ્યા ઈસમોએ ગોરખી,દકાના,સરતાનપર ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી ૧૨૦૦૭૧ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી કરેલ. એક મેટ્રિકટન ની કિંમત ૨૪૦ રૂપિયા લેખે ગણતા બે કરોડ સતાયસી લાખ સત્ત્।ર હજાર ચાલીસ રૂપિયા ની ચોરી કરી લઈ ગયેલ. ખનીજ નું ગે.કા. ખનન કરવા બદલ અને પર્યાવરણની નુકશાની બન્ને મળી કુલ ૪,૦૬૩,૨૦૨૬/-રૂપિયા ની નુકશાની કર્યાની ફરિયાદ અજાણ્યા ખનન માફિયાઓ વિરુદ્ઘ નોંધાવતા તળાજા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

તળાજા બૃહદ ગીર માં આવતું હોવાથી અહીં ની શેત્રુંજી નદી માંથી ગેરકાયદેસર રીતે દિવસ રાત થતા ગેરકાયદેસર ખનન ને લઈ ફોરેસ્ટ વિભાગ પણ રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. ભૂતકાળમાં વન વિભાગના ઓફિસર વાંદા,ગિલાણી સહિતના એ કરેલ છે.એ ઉપરાંત મામલતદાર, તળાજા પોલીસ પણ રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. હાલ આ તમામ વિભગ દ્વારા છૂટો દૌર આપવામાં મળેલ હોવાનંુ આ ફરિયાદ પરથી લાગી આવે છે.ભૂતકાળમાં. ગેરકાયદેસર રેતી ખનન મામલે ગોરખી ગામના લોકોએ વિરોધ નોંધાવેલ હતો. વિરોધને લઈ શેત્રુંજી નદીમાં વાહનો ને નુકશાન અને મારામારી ની ફરિયાદ નોંધાઈ હતી.એ ઉપરાંત ગેરકાયદેસર ખનન માં દરરોજ ના લાખો રૂપિયાની આવક ને લઈ અનેકની દાઢગળી હતી.ખનન માફિયાઓ ના અનેક માણસો કામ કરી રહ્યા હોય ગેંગવોરની સ્થિતિ પેદા થઈ હતી.

(11:27 am IST)