Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઠંડીમાં ઘટાડો : ઠાર યથાવત : ગિરનાર-૬, નલીયા-૮.૮ ડીગ્રી

જામનગર-૧૦, રાજકોટ-૧૧.૧ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં ઘટાડો થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે.

બે-ત્રણ સેન્ટરને બાદ કરતા લઘુતમ તાપમાનનો પારો સર્વત્ર ઉંચો ચડતા લોકોને ઠંડીમાં રાહત મળી છે.

છેલ્લા થોડા દિવસોથી કડકડતી ઠંડીનો માહોલ બરાબરનો જામ્યા બાદ હવે લઘુતમ તાપમાન ઉંચે ચડતા ઠંડી ઘટી ગઇ છે અને માત્ર મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

ઠંડીમાં ઘટાડા સાથે ઠાર યથાવત છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગિરનાર ઉપર ૬ ડીગ્રી, નલીયા-૮.૮, રાજકોટ ૧૧.૧ ડીગ્રી નોંધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ :.. આજે ગિરનાર ખાતે બીજા દિવસે પણ ૬ ડીગ્રી અને જૂનાગઢમાં ૧૧ ડીગ્રી તાપમાન નોંધાયું છે ઠંડીનું મોજુ યથાવત રહેતા લોકોની મુશ્કેલીમાં પણ કોઇ ફરક પડયો નથી.

સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેતા ઠંડીની તીવ્રતા રહી હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.પ કિ. મી.ની નોંધાઇ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે ૬ ડીગ્રી તાપમાન રહેતા પવર્તીય વિસ્તારનું વાતાવરણ ઠંડુગાર રહ્યું છે.

જામનગર

જામનગર : આજનું હવામાન રપ.પ મહત્તમ ૧૦ લઘુતમ ૭૦ ટકા વાતાવણમાં ભેજનું પ્રમાણ ૪.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૮.૯)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર

૬ ડિગ્રી

નલીયા

૮.૮ ડિગ્રી

કેશોદ

૯.૬ ડિગ્રી

અમરેલી

૯.પ ડિગ્રી

જામનગર

૧૦.૦ ડિગ્રી

જુનાગઢ

૧૧ ડિગ્રી

રાજકોટ

૧૧.૧ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૧.૭ ડિગ્રી

ભુજ

૧૧.૪ ડિગ્રી

ઓખા

૧પ.૬ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧ર.૦ ડિગ્રી

૪ મહાનગરો

અમદાવાદ

૧૧.૭ ડિગ્રી

ગાંધીનગર

૧ર.પ ડિગ્રી

વડોદરા

૧પ.ર ડિગ્રી

સુરત

૧૬.૦ ડિગ્રી

ગુજરાત

ડીસા

૧૧.ર ડિગ્રી

દિવ

૧ર.૪ ડિગ્રી

મહુવા-સુરત

૧ર.પ ડિગ્રી

(11:26 am IST)