Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઘુડખરની હત્યામા બનાવમાં તપાસ ગોકળ ગાયની ગતીએ : તંત્ર હવામાં ફાફામારી રહ્યા છે

ધ્રાંગધ્રા, તા.૨૨: ધ્રાંગધ્રા પાસેના કચ્છ ના નાના રણમાં ૩ ઘુડખરની ગોળી મારી હત્યા કરવામાં આવ્યાંના બનાવને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો છે ત્યારે ફોરેસ્ટ વિભાગ તંત્રની ગોકળ ગાયે તપાસ ચાલી રહી છે ત્યારે કોઈ નકકર કડી નહી મળતા તંત્ર હવામાં ફાફા મારી રહેલુ જોવા મળી રહ્યુ છે.

દુનીયાના દુર્લભ પ્રાણીની ગણના થાય છે તેવા ઘુડખરની કચ્છના નાનાં રણમાં કુડા કોપરણી પાસે ગોળીઓ મારી ત્રણ ઘુડખરની હત્યા કરેલી હાલતમા લાશ મળી છે. તેને ચાર દિવસ જટલો સમય થયો છે અને વન સંરક્ષણ બી. કે. દવે, એસ. એસ. અસોડા સહીતની અધીકારીઓની આગેવાની નીચે ગોકળ ગાયની ગતીએ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ફોરેસ્ટ વિભાગને હજી ઘુડખરની હત્યાના બનાવમાં કોઈ નકકર પુરાવા નહીં મળતાં રણવિસ્તાર ફરી જાણે હવામા ફાફા મારતા હોય તેવું જોવા મળી રહ્યુ છે, ત્યારે અતી દુર્લભ પ્રાણી ઘુડખરની હત્યામા ઢીલી તપાસને લઈને પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘુડખર અભ્યાસ રણના રેન્જ ફોરેસ્ટ અધિકારી કે.એ. મુલતાનીએ જણાવ્યું કે રણકાઠા વિસ્તારમાં આસપાસની વાડી વાળાઓ વાળાના નિવેદનો હથિયાર લાઈન્સ ધરાવતા લોકોની તપાસ અને શકમંદોની તપાસ કરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન નીચે તપાસની કાર્યવાહી ચાલુ છે.

(11:23 am IST)