Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાલાવડ પંથકમાં દિપડો દેખાયોઃ કચ્છમા પાંજરામાં કેદ દિપડો જંગલમાં મુકત

જુદા-જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાથી લોકોમાં ભારે ભય

રાજકોટ તા. રર : વન્ય પ્રાણીઓ જુદા-જુદા વિસ્તારોમાં  જંગલ છોડીને આવી જતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 કાલાવડઃ જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં દિપડાએ દેખા દેતા લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે.

કાલાવડના હંસ્થળ અને રવસીયા ગામે દિપડો દેખાતા ખેડુતે દિપડાને કેમેરામાં કેદ કર્યો હતો અને વાછરડાનું મારણ કર્યું હતું.

(ભુજ) નખત્રાણાના ગોધિયાર ગામથી ઝડપાયેલા દીપડાને વનતંત્ર દ્વારા સહી સલામત છોડવામાં આવ્યો છે

પશ્ચિમ કચ્છના મદદનીશ વન સંરક્ષક વાય.એ. કુરેશીના જણાવ્યા પ્રમાણે દીપડાને કોલર ટેગ લગાડીને માંડવીના મકડા વિસ્તારમાં આવેલ જંગલમાં છોડી દેવાયો છે.

 વન્ય સંરક્ષકો દ્વારા દીપડાને કચછ બહાર ન લઇ જવા અને કચ્છમાં જ સહી સલામત છોડવા માટે રજુઆત કરાઇ હતી જે અનુસંધાને આ પગલું ભરાયું છે.

રેડીયો કોલર ટેગના કારણે આ દીપડો જયાં જશે ત્યાં તેને ટ્રેક કરી શકાશે.

(11:22 am IST)