Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગોંડલ સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૩માં વાર્ષિક દિનની શાનદાર ઉજવણી

ગોંડલ,તા.૨૨: અક્ષરમંદિર ખાતે ગુરુકુળના ૫૩ મા વાર્ષિક દિનની ભવ્યતા પૂર્વકની ઉજવણી થઈ . વ્યકિતત્વ વિકાસ , શિક્ષણ અને સંસ્કાર ને લગતા સુંદર સંસ્કૃતિક કાર્યક્રમો ૬૦ થી વધુ વિધાર્થીઓએ સતત ૩ કલાક સુધી સંવાદ , નૃત્ય , પ્રવચન અને સંગીતના માધ્યમ દ્વારા ૨જુ ર્યા હતા . પ૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓ આવો સુંદર કાર્યક્રમ નિહાળી મંત્ર મુગ્ધ થઈ ગયા હતા .

આ તકે રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી આર . એસ . ઉપાધ્યાયએ કહયું હતું કે મે ઘણી સ્કૂલોનાં એન્યુઅલ ડે ના કાર્યક્રમો નિહાળ્યા છે . જેમાં નાચગાન અને તાળીઓ બધુ ખુબ હોય છે પરંતુ જેમાંથી સારું જીવન જીવવાની પ્રેરણા મળી રહે એવા સુંદર કાર્યક્રમો મને અહિંયા પહેલી વખત જોવા મળ્યા છે . વિશેષમાં તેઓ એ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સુંદર વ્યવસ્થા મળી રહે અને કોઈપણ વિદ્યાર્થીઓને અગવડ ન પળે તેનો ૩ મહિના સુધી ઊંડાણ પૂર્વકનો વિચાર કરીને આયોજન કર્યુ છે એમ જણાવીને BAPS સંસ્થાના સંતો દ્વારા ભાવિ નાગરિકોના થતા જીવનઘડતરના કાર્યને બિરદાવ્યુ હતુ.

આ કાર્યક્રમના સમાપન સમયે મુંબઈથી પધારેલા BAPS સંસ્થાના સદગુરુ સંત પૂ . ભકિતપ્રિય સ્વામીએ વિદ્યાભ્યાસનું મહત્વ સમજાવી વિદ્યા પ્રાપ્તિમાટે સંયમી જીવન જીવવું અનિવાર્ય છે . જેની સુંદર પ્રેરણાઓ આવા ગુરુકુળો દ્વારા જ પ્રાપ્ત થાય છે . તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા .તાજેતરમાંજ ધો . ૧૨ Sci ની JEE પરીક્ષાનું પરિણામ જાહેર થતા આ ગુરુકુળ વિધાર્થી શેઠ પ્રીતે ૯૯.૭૭ PR મેળવી ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

(11:21 am IST)