Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શ્રીરામનામ એ મહામંત્રઃ પૂ. મોરારીબાપુ

વિરપુરમાં પૂ.જલારામબાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્રના ર૦૦ વર્ષ પૂર્ણ થતા આયોજીત 'માનસ સદાવ્રત'શ્રીરામ કથાનો પાંચમો દિવસ

વિરપુર (જલારામ) પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્રના ર૦૦ વર્ષ પુર્ણ થતા આયોજીત પૂ. મોરારીબાપુની શ્રીરામ કથાની તસ્વીરી ઝલક, (તસ્વીર :- કિશન મોરબીયા, વિરપુર -જલારામ)

વીરપુર, તા.૨૨: જલારામધામે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ નિમીતે ચાલતી મોરારીબાપુની રામકથાના આજે ચોથા દિવસે ભગવાન રામનું પ્રાગટયનું વર્ણનમાં રોજ ચાલતી કથા કરતા આજે વર્ણનને કારણે અડધી કલાક કથા બાપુએ લંબાવી હતી.

કથાના પ્રારંભે જ એક શ્રોતાએ બાપુને જલારામ બાપાના કુળ વિશે પુછતાં મોરારીબાપુએ જણાવેલ કે, જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજયે જ્ઞાન, મોલ કરો તલવારકા, પડા રહેને દો જ્ઞાન.એટલે સાધુની જ્ઞાતિ ન પુછાય પરંતુ જે કુળમાં આવા મહાપુરુષ જન્મ્યા હોય તે આખું કુળ ધન્ય છે, અને ગંગા જે દેશમાં વહે તે દેશ ધન્ય છે અને જે પૈસો દાનમાં વપરાય તે પૈસો ધન્ય હોવાનું સમજાવી બાપાનું કુળ રઘુકુળ છે અને જેનો રથ સ્વર્ગ સુધી જાય તે રઘુકુળ હોવાનો જવાબ આપ્યો હતો.

ઉપરાંત રામ નામ મહામંત્ર છે, પરંતુ આખી જીંદગી રામનામ જપશો તો પણ ફળ નહિ આપે એટલે બીજો મંત્ર જપવો હોય તો જપી લેજો રામનામ ફળ નહિ પણ રસ આપશે ફળ લેવાની કૃષ્ણે ના પાડી છે કે કર્મ કર્યો જા ફળની આશા ન રાખ એટલે કૃષ્ણએ રામ મંત્ર જપવાથી રામરસ નહિ મળે તેવું નથી કીધું

અને રામ કથામાં પણ ભગવાન બુદ્ઘનું ઉદાહરણ દ્વારા છૂઆછૂતના બનાવો વિશે જણાવેલ કે, એકવાર ભગવાન બુદ્ઘ વિહાર કરવા જતાં હતાં ત્યારે રસ્તામાં મેલઘેલા કપડાં પહેરેલ અને માથે મેલું ઉપાડેલ એક યુવક મળેલ જે બુદ્ઘને જોઈને નાશવા લાગ્યો કેમ કે તે પોતાની પડછાયાથી પણ તેઓને અપવિત્ર કરવા ન હતો ઇચ્છતો બુદ્ઘ પણ તેની પાછળ દોડીને ગયા અને તેને સમજાવી દિક્ષા આપી જે વાતની જાણ રાજા પ્રસન્નજીતને થતાં તેઓ આશ્રમે આવ્યા ત્યાં જોયું તો એક તેજવાન સાધુ પચાસેક લોકોને ઉપદેશ આપી રહ્યા હતા એટલામાં બુદ્ઘ આવ્યા અને રાજાએ કીધું કે પ્રજામાંથી એવી ફરીયાદ છે કે તમે વર્ણ વ્યવસ્થામાં માનતા નથી એક શુદ્રને આશ્રમમાં રાખ્યો છે. અને પછી તરત જ એમ પણ પૂછ્યું કે આ તેજવાન સાધુ કોણ છે જે પ્રવચન આપે છે ત્યારે બુદ્ઘે કીધું કે તમે જે શુદ્રનું પૂછો છો તે આજ છે. ત્યારે રાજા પ્રસન્નજીત પણ ક્ષોભ અનુભવવા લાગ્યા એટલે મનુષ્યને અપવિત્ર કરનાર ત્રણ શબ્દો છે મારી અને તમારી ઈર્ષા આવા ઉપદેશ દ્વારા છૂતઅછૂતના બનાવો પર ચાબખા માર્યા હતા.

ચોથા દિવસની કથામાં મોરારીબાપુએ ભગવાન રામનું પ્રાગટયનું વર્ણન કર્યું હતું. જેમાં રાજા દશરથે વશિષ્ઠ મુનિ પાસે પુત્રકામ યજ્ઞ કરાવ્યો જેમાં છેલ્લી આહુતિમાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટયા જેમાં ખીરનો પ્રસાદ હતો તે વશિષ્ઠ િઋષએ રાજા દશરથને આપ્યો અને કીધું ત્રણેય રાણીઓને યથાયોગ્ય આપી દેજો જે રાણીઓને આપ્યા બાદ ચૈત્ર સુદ નવમીને દિવસે ભગવાન રામનો જન્મ થયો હોવાનું વર્ણન કરીને ચોથા દિવસની કથાને વિરામ આપ્યો હતો.ઙ્ગ

આજની કથામાં ગોંડલ સ્ટેટના યુવરાજ જયોર્તિમય સિંહજી(હવામહેલ), કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર,હરેશદાન સુરૂ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આજે શ્રીરામ કથાનો પાંચમો દિવસ છે.

(11:21 am IST)