Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

માંગરોળ ગ્રામ પંચાયત સરપંચની પેટા ચૂંટણીમાં મેલસિંગ તડવીનો 30 મતોથી થયો વિજય

સરપંચ પદ માટે ભાવેશ તડવી અને મેલસિંગ તડવી વચ્ચેની ટક્કરમાં મેલસિંગ તડવીનો 30 મતે વિજય

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામના પૂર્વ સરપંચના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર નર્મદા ચૂંટણી શાખા દ્વારા પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ગામના બે ઉમેદવારો પૈકી ભાવેશ કાંતિભાઈ તડવી,અને મેલસિંગ મગનભાઈ તડવી બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. 60 ટકા મતદાનમાં હારજીતમાં પાતળી બહુમતી થશેની વાત વહેતી થઇ હતી જેમાં આજે મામલતદાર કચેરી મત ગણતરી કરતા ભાવેશ તડવીને 306 મત મળ્યા જયારે મેલસિંગ તડવી ને 336 માટે મળ્યા એટલે 30 મતોની સરસાઈ થી મેલસિંગ તડવી વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

 પ્રાપ્ત  માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામે સરપંચ ભુમાભાઈ તડવી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આપતા જેમણે રાજીનામુ આપ્યું હતું.જે જગ્યા ખાલી થતા તેની પેટા ચૂંટણી રવિવારે 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં પ્રીસાઈન્ડીંગ ઓફિસર અક્ષય સાહુ, એન.કે રાઠવા સહીતની ટીમે એક બૂથમાં શાંતિ પૂર્ણ મતદાન કરાવ્યું હતું.

 ગામમાં 576 પુરુષ મતદારો અને 530 સ્ત્રી મતદારો મળી કુલ 1106 મતદારો માંથી સવારના ૮ થી ૫ વાગ્યા સુધી 352 પુરુષ મતદારો અને 303 સ્ત્રી મતદારો મળી કુલ 655 મતદારો એ મતદાન કર્યું હતું.એટલે કુલ 60 ટકા મતદાન થયું હતું. મંગળવારે ગણતરી કરી ત્યારે કુલ 655 મતો માંથી 306 મત ભાવેશ તડવીને મળ્યા જયારે મેલસિંગ તડવીને 336 મત મળ્યા એટલે 30 મત થી વિજેતા જાહેર થયા જયારે 42 મતો રદ થયા હતા.

(8:21 pm IST)