Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ટંકારામાં પોલીસ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી શક્તિસિંહ ઝાલા નવલખી ફાટક પાસેથી ઝડપાયો

 

ટંકારા પોલીસ પર હુમલો કરી મારામારીના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપી શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૨)( રહે જોધપર ઝાલા તા. ટંકારા)ળાને મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, કૌશિકભાઈ મારવણીયા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા રોકાયેલ હતા

(12:28 am IST)