Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ટંકારામાં પોલીસ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી શક્તિસિંહ ઝાલા નવલખી ફાટક પાસેથી ઝડપાયો

 

ટંકારા પોલીસ પર હુમલો કરી મારામારીના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપી શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૨)( રહે જોધપર ઝાલા તા. ટંકારા)ળાને મોરબી નવલખી ફાટક પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાન્તભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, કૌશિકભાઈ મારવણીયા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રા રોકાયેલ હતા

(12:31 am IST)
  • આ વર્ષે રાષ્ટ્રીય સાહસિકતા એવોર્ડ માટે પસંદ થયેલ 22 કિશોરો પૈકી 2 કાશ્મીરના છે access_time 9:36 pm IST

  • બીએસએફએ ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન બોર્ડર માટે ૧૫ દિવસ માટે એલર્ટ જારી કરેલ છે access_time 11:19 am IST

  • ગગનયાન પહેલા 'વ્યોમમિત્ર'ને અંતરિક્ષમાં મોકલશે ઇસરો : રોબોટને નામ અપાયું વ્યોમમિત્ર : માનવની જેમ કાર્ય કરશે અને રિપોર્ટ મોકલશે access_time 3:49 pm IST