Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

જમીન ખાલી કરીને જતા રહો કહીને મોરબીના વૃદ્ધને પાંચ શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી દીધી

જુના ઘુટું રોડ પર સોનેટ સિરામિક બાજુમાં આવેલ જમીન પાસે બેઠા હતા ત્યારે ધમકી આપી

મોરબીના રહેવાસી વૃદ્ધને પાંચ શખ્શોએ જમીન ખાલી કરાવવા મામલે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે

   મોરબીના શનાળા રોડ પરની ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા મણીલાલભાઈ હીરજીભાઈ વરમોરા (ઉ.વ.૬૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી મણીલાલભાઈ તેમજ નાનાભાઈ કિશોરભાઈ જુના ઘુટું રોડ પર સોનેટ સિરામિક બાજુમાં આવેલ જમીન પાસે બેઠા હોય ત્યારે આરોપી રાજેશ મમેરામ ડાંગર, જીતેન્દ્ર આયદાનભાઈ બોરીચા (રહે ખાખરાળા તા. મોરબી,)શરદ પરષોતમ ભાલોડીયા (રહે રાજકોટ જીવરાજ પાર્ક) અને ભાવેશ રાયસિંગભાઈ વાંક બોરીચા( રહે ફડસર વાળા )સ્કોર્પીઓ કાર નં જીજે ૦૩ સીએ ૪૮૭૯ માં આવીને આ જમીન હરિસિંહ વાઘેલાની માલિકીની છે અને હરિસિંહે અમને તેમની જમીનમાં ચોકીદાર તરીકે રાખેલ છે

તમે આ જમીન ખાલી કરી જતા રહેજો કહીને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે રાજેશ ડાંગર, જીતેન્દ્ર આયદાનભાઈ ગજીયા, શરદ ભાલોડીયા, ભાવેશ વાંકની ધરપકડ કરી છે જયારે અન્ય આરોપી હરિસિંહ વાઘેલા( રહે રાજકોટ વાળા)ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(12:27 am IST)