Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જામનગરમાં પીધેલી હાલતમાં એસઆરપી જવાન જયેન્દ્રસિંહ પઢીયાર ઝડપાયો

 જામનગર તા. ૨૨ : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રોહિતસિંહ અશ્વિનસિંહ જાડેજા ફરીયાદ નોંધાવી છે કે, તા.રર૧૯ના કાના છીકારી ગામે કામના આરોપી એસ.આર.પી. ગ્રુપ નં.૧૭માં નોકરી કરતો જવાન જયેન્દ્રસિંહ રણજીતસિંહ પઢીયાર  રે. જામનગરવાળો જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

શ્યામનગરમાંથી  મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ જશુભા જાડેજા ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪૧રર૦૧૮ ના રાત્રીના ગોકુલનગર શ્યામનગર શેરી નં.– સોઢા કલાસીસની બાજુમાં કામના ફરીયાદી પૃથ્વીરાજસિંહ પોતાના ઘર પાસે પોતાનું હીરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–.આર.–૧૮૩૧, કિંમત રૂ.૧૦,૦૦૦ મોડલ વર્ષ ર૦૦૯ નું બ્લેક કલરનું પાર્ક કરે હતું ત્યાં કોઈ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ગોકુલનગરમાંથી  મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ લવજીભાઈ કણજારીયા ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯ના ગોકુલનગર સાયોના શેરી, કણજારીયા એન્ટરપ્રાઈઝ, બ્રાસપાર્ટના કારખાનાની બહાર કામના ફરીયાદી મહેશભાઈએ પોતાનું હિરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦બી.ડી.–૦પ૭૦ બ્લેક તેમજ સીલ્વર કલરનું ર૦૧૧ વર્ષનું રૂ.૧૦,૦૦૦ હેન્ડલ લોક મારી પાર્ક કરેલ હતું ત્યાં કોઈ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સંતોષી માતાના મંદિર પાસેથી મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં ફરિદભાઈ ઈસ્માઈલભાઈ શેખ  ફરીયાદ નોંધાવી છે કે, આજથી ત્રણ દિવસ પહેલા સવારના ૩૦ થી સાંજના વાગ્યા દરમ્યાન કામના ફરીયાદી ફરિદભાઈએ તેનું હીરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦સી..–પ૩૧૬ કિંમત રૂ.૩૦,૦૦૦નું સંતોષીમાતાના મંદિર ની બાજુમાં વાણંદની કેબીન પાસે પાર્ક કરેલ હતી અને હેન્ડલ લોક મારેલ હતું ત્યાં કોઈ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા  લખતો શખ્સ ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. ફિરોજ ગુલામહુશેન દલ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૧૧૯ના ધરારનગર સાત નાલા પાસે કામના આરોપી ઉમર ઉર્ફે ઉમલો કાદરભાઈ અલીભાઈ ધુધા રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૮ર૦ તથા વર્લીમટકાનું સાહિત્ય સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

અગમ્ય કારણોસર યુવતિ  ગળાફાંસો ખાધો

ધરારનગર માં રહેતા કાનાભાઈ કટણાભાઈ ગમારા સીટીબી-ડિવીઝનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧૧૯ના કામે મરણ જનાર જયોતીબેન કાનાભાઈ કટણાભાઈ ગમારા, ..ર૭, રે. ધરારનગર, જામનગરવાળા પોતાના હાથે પોતાના ઘરે પતરાવાળા મકાનમાં લોખંડની જાળીમાં લીલા કલરના દુપટા વડે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.(૨૧.૧૪)

(4:23 pm IST)
  • રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે મુશ્કેલી : વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ: ભારતીય રેલવેના નિયમમાં મોટો ફેરફાર :હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળશે:રેલવેએ નવી સેવા શરૂ કરી:રેલવેએ દેશભરના ટિકિટ ચેકરોને એક ટેબલેટ આપ્યું :હવે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે access_time 12:55 am IST

  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST