Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગાંધીધામ જીએસટી કોૈભાંડ ઝડપાયું: બોગસ કંપનીઓ બનાવીને લાખોની છેતરપીંડીઃ એકની ધરપકડ

 ભુજ તા. રરઃ ગાંધીધામ વેચાણવેરા કચેરી દ્વારા ગઇકાલે શહેરની એક પેઢી ઉપર દરોડો પાડીને લાખોની જીએસટી ની છેતરપીંડી કરવાનું કોૈભાંડ ઝડપી પાડયું છે.

મળતી વિગત મુજબ પ્રીત એન્ટરપ્રાઇઝ નામની પેઢી પર પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ૧૫થી ૧૬ જેટલી બોગસ વ્યાપારી પેઢીઓ ઉભી કરીને લાખો રૂપિયાની જીએસટીની ચોરી કરાઇ હોવાનું બહાર આવ્યું છે. સંદર્ભે રાત્રે પ્રીત એન્ટરપ્રાઇઝના માલીક ગુરૂકમલસિંઘની અટક કરાઇ છે.(.૧૧)

(4:22 pm IST)
  • જેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST

  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST