Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જેતપુરમાં બહેનના જન્મદિને જ નાની બહેનનું ડમ્પર હડફેટે મોત

અતુલભાઇ ત્રિવેદીની પુત્રી બંસી (ઉ.૨૦) કોલેજેથી મોટરસાયકલ ઉપર પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઇ

જેતપુર તા. ૨૨ : અત્રેના ગોવર્ધનનગર સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારની આશાસ્પદ પુત્રી કોલેજેથી પરત ફરતી વખતે ડમ્પરે હડફેટે લેતા હવામાં ફંગોળાય રોડ પર પટકાતા ગંભીર ઇજા સાથે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ડમ્પર ચાલક વિરૂધ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

બનાવની વિગત એવી છે કે, અત્રેના ગોવર્ધનનગર જુના પાંચ પીપળા વિસ્તારમાં રહેતા ડોકટર દિલીપભાઇ ત્રિવેદી કે જેઓ નવાગઢ ખાતે ડીસ્પેન્સરી ધરાવે છે. તેમની ભત્રીજી બંસીબેન અતુલભાઇ ત્રિવેદી (..૨૦) વાળી કોલેજમાં કોમ્પ્યુટર કોર્ષ કરતી હોય તે ગઇકાલે રાબેતા મુજબ કોલેજે ગયેલ. ત્યાંથી સાંજના વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે પોતાનું એકટીવા નં. જીજે૩એચપી-૭૨૦૪ લઇ ગેઇટની બહાર નીકળેલ ત્યારે રોડ ઉપર પુરઝડપે આવતા ડમ્પર નંબર જીજે૨૪વી-૯૨૫૩ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બંસીબેનના એકટીવાને હડફેટે લેતા બંસીબેન ફંગોળાય રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં પડી ગયેલ. ત્યાંથી પસાર થતાં લોકોએ તુરંત ૧૦૮ને ફોન કરતા ૧૦૮ મારફત સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડેલ જ્યાં તેને સારવાર મળે તે પહેલા મોત નિપજેલ.

બંસીબેનના પરિવારજનોને જાણ કરી પોલીસે બંસીબેનના કાકા ડો. દિલીપભાઇ ત્રિવેદીની ફરિયાદ પર અકસ્માત સર્જી નાસી છૂટેલ ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડમ્પરમાં આગળ અને પાછળ જય મુરલીધર - આહિર મેલ લખેલ છે. બનાવની રૂણાંતીકા છે કે બંસીબેનના મોટાબેન પુજાબેન કે જેના બાબરા ખાતે લગ્ન થયેલ છે તેનો જન્મ દિવસ હોય પરીવારમાં ખુશીનો માહોલ હતો. બંસીબેન તેના મોટા બેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવે તેના બદલે મોતના સમાચાર મળતા પરીવાર ઉપર આભ ફાટી પડયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સવારે વાગ્યા પછી શહેરમાં અંદર મોટા વાહનો ટ્રક જેવાને પ્રવેશવાની મનાઇ છે તોઆ રોડકે જયાંથી સ્કુલો, કોલેજો આવેલ છે.અહી નાના બાળકો માટેનીસ્કુલ પણછે તો રોડ પરથી શા માટે પસાર થવા દેવામાં આવે છે. જેતલસરથી બાયપાસ નીકળેલ છે જેઆવા મોટા વાહનોને અહી દિવસ દરમ્યાન પ્રવેશ આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો બનવા પામે થોડા દિવસો પહેલા બુલેટ ચાલકે સ્કુલે જતી સગીરાને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા કરેલ છતા પોલીસે હજુ સુધી સ્કુલ વાહનો કે સ્કુલે જતા વિદ્યાર્થીઓને બાઇક ચલાવવા પર પ્રતિબંધ મુકવાની કાર્યવાહી કરેલ નથી તેવું લોકોમાં ચર્ચાય રહયું છે.(૨૧.૨૦)

 

(4:21 pm IST)
  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST