Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કમોસમી વરસાદ બાદ ઠંડી વધીઃ નલીયા ૧૦ ડીગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે અને વહેલી સવારે ટાઢોડુ

રાજકોટ તા. : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ ફરી જામ્યો છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા શિયાળો બરાબરનો જામ્યો છે.ગઇકાલે માવઠા બાદ આજે સવારથી ફરી ઠંડીનો માહોલ જામ્યો છે અને ઠંડીથી લોકો ઠુંઠવાઇ રહ્યા છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસ ઠંડીમાં રાહત અનુભવાયા બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ રૂ થતા મોડી રાત્રીના અને વહેલી  સવારના સમયે ઠંડીની ભારે અસર પડે છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન બાદ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતો હોવાથી અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

જયારે સાંજ પડતાની સાથે ફરીથી ઠંડક છવાઇ જાય છે અને રાત્રીના ઠંડીની અસર વધુ હોવાથી રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. અને વહેલી સવાર સુધી ઠંડીનો માહોલ બરકરાર રહે છે.

જામનગર શહેરનું હવામાન

મહત્તમઃ ૨૭., લઘુતમઃ ૧૨., ભેજ : ૮૫ ટકા, પવનઃ . કિ.મી. પ્રતિ કલાક ઝડપી રહી હતી. (.ર૦)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

 

ગિરનાર પર્વ

૧૦. ડીગ્રી

 

અમદાવાદ

૧૩. ડીગ્રી

 

ડીસા

૧ર. ડીગ્રી

 

વડોદરા

૧૮. ડીગ્રી

 

સુરત

૧૮. ડીગ્રી

 

રાજકોટ

૧૪. ડીગ્રી

 

જામનગર

૧ર.  ડીગ્રી

 

ભાવનગર

૧૭. ડીગ્રી

 

પોરબંદર

૧પ. ડીગ્રી

 

જુનાગઢ

૧પ. ડીગ્રી

 

વેરાવળ

૧૮. ડીગ્રી

 

દ્વારકા

૧૮. ડીગ્રી

 

ઓખા

૧૯. ડીગ્રી

 

ભુજ

૧૩. ડીગ્રી

 

નલીયા

૧ં૦. ડીગ્રી

 

સુરેન્દ્રનગર

૧૩. ડીગ્રી

 

ન્યુ કંડલા

૧૬. ડીગ્રી

 

કંડલા એરપોર્ટ

૧૪. ડીગ્રી

 

અમરેલી

૧૬. ડીગ્રી

 

ગાંધીનગર

૧ર. ડીગ્રી

 

મહુવા

૧૪. ડીગ્રી

 

દિવ

૧પ. ડીગ્રી

 

વલસાડ

૧પ. ડીગ્રી

 

વલ્લભ વિદ્યાનગર

૧૪. ડીગ્રી

 

(4:21 pm IST)