Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સુત્રાપાડાઃ ઉષાબેન કુસકીયાની પ્રદેશ મહિલા કોગ્રેસ મંત્રીની નિમણુકને આવકાર

સુત્રાપાડા, તા.૨૨: ગીર-સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકેની સક્રિયતા પ્રેરણાદાયક આગેવાન ઉષાબેન કુસકીયાને અખિલ ભારતી મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મિતા દેવજીના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાધેલા દ્વારા નિમણૂકને આગેવાનો આવકારેલ  છે.

આ નિમણૂંક ને ગીર-સોમનાથના ધારાસભ્યો શ્રી પુંજાભાઇ વંશ(ઉના), ભગવાનભાઇ બારડ (તાલાલા), વિમલભાઇ ચુડાસમા(સોમનાથ), મોહનભાઇ વાળા(કોડીનાર)વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ બારડ તાલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી.બી.સોલંકી સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ જાદવ, મુસ્લિમ સેવા સમાજ અને પટણી સમાજના પ્રમુખ અવનરભાઇ ચૌહાણ જીલ્લા માઇનોરીટી ડિપાર્મેન્ટના ચેરમેન ફારૃંકભાઇ પેરેડાઇઝ, વાઇસ ચેરમેન હારૂનભાઇ ચોરવાડા, જીલ્લા એસ. ટી. સેલના ચેરમેન મનસુખભાઇ ગોહેલ જીલ્લા માલધારી સેલના પ્રમુખ નાજાભાઇ ચોપડા જીલ્લા માચ્છીમાર સેલના ચેરમેન લલિતભાઇ ફોફંડી જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નારણભાઇ મેર વેરાવળ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ફારૂકભાઇ બુઢિયા વગેરે આવકારેલ છે. છે.

(11:37 am IST)