Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કુતિયાણામાં જિલ્લાકક્ષાના પ્રજાસતાક દિવસની ઉજવણીની તૈયારીઓઃ પરેડ સહિતના કાર્યક્રમો

પોરબંદર તા.રર : ભારતના ૭૦માં પ્રજાસતાક દિવસની  ઉજવણી, જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પોરબંદર જીલ્લા કલેકટર એમ.એ.પંડયાની ઉપસ્થિતિમાં તેઓશ્રીના વરદ હસ્તે કુતિયાણા સરકારી હાઇસ્કુલ કમ્પાઉન્ડમાં તા.ર૬ને શનિવારે સવારે ૯ કલાકે યોજાનાર છે. તેમ નિવાસી અધિક કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એમ.એચ.જોષી (જી.એ.એસ.)એ જણાવેલ છે.

પ્રજાસતાક  પર્વ પ્રસંગે ઉજવણી કાર્યક્રમ સવારના ૮.પ૮ કલેકટરશ્રીું સવારે ૯.પ કલાકે માન.કલેકટર દ્વારા પરેડ નિરીક્ષણ સવારે ૯.૧પ કલાકે, માર્ચ પાસ્ટ અને ટેબ્લો પ્રદર્શન સવારે ૯.૩૦ કલાકે કલેકટરનું પ્રાસંગિક ઉદબોધન સવારે ૯.૪૦ સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે ૧૦.ર૦ કલાકે સન્માનપત્ર - પુરસ્કાર વિતરણ સવારે ૧૦.૩૦ કલાકે વૃક્ષારોપણ રાખેલ છે.

(11:31 am IST)