Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કાલે મુખ્યમંત્રીના હસ્તે ર૦૦૦ કંડકટરોને નોકરીના ઓર્ડરો : રાજકોટને ર૯૯ ફાળવાયા

કાલથી અમદાવાદથી ૧૬ નવી વોલ્વો બસ શરૂ થશે

રાજકોટ, તા. રર : એસ.ટી. તંત્ર હાલ ધડાધડ ભરતી કરી રહ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ર૦૦૦ કંડકટરોને અમદાવાદ જીએમડીસી મેદાન ખાતે નોકરી અંગેના ખાસ ઓર્ડરો અપાશે, અને તે સાથે કંડકટરોની જે અછત છે તે દૂર થશે.

દરમિયાન રાજકોટના ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ ર હજારથીમાંથી રાજકોટને ર૯૯ કંડકટર ફાળવાયા છે હવે કંડકટરની ઘટ પૂરી થઇ જશે.

દરમિયાન આવતીકાલથી અમદાવાદથી એકી સાથે ૧૬ નવી વોલ્વો બસ એસ.ટી. તંત્ર શરૂ કરી રહ્યું છે, જે અમદાવાદથી વારાણસી-ચંદીગઢ, નાગપુર, ગોવા સહિતના સેન્ટરોમાં દોડશે. (૮.૬)

(11:27 am IST)
  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST

  • સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલા માટે ઘરના દરવાજા બંધ :કેરળના સબરીમાલામાં મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર મહિલા કનકદુર્ગાને તેના પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી : કનકદુર્ગાએ 50 વર્ષથી ઓછી ઉંમરની એક અન્ય મહિલા સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો access_time 1:16 am IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST