Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પોરબંદર બારમાસી બંદર ફાટકનો પાઇપ લાગતા પીએસઆઇનું મોત

કોસ્ટગાર્ડની કાર બંધ ફાટકના પાઇપ સાથે અથડાતા અકસ્માતઃ પાઇપ ઉછળીને એ.જે.પાડાના માથામાં લાગતા મોત

 પોરબંદર તા.૨૨: બારમાસી બંદરના બંધ ફાટક સાથે કોસ્ટગાર્ડની પુરપાટ આવતી કાર અથડાય ગયા બાદ ફાટકનો લોખંડનો પાઇપ ત્યા ફરજ ઉપર રહેલ પીએસઆઇ એ.જે.પાડાના માંથામાં લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

 અકસ્માતમાં મૃત્યુ થયેલ પીએસઆઇ એ.જે.પાડા સાગર સુરક્ષા દળના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બારમાસી બંદરના ફાટક પાસે ફરજ ઉપર હતા તે દરમિયાન કોસ્ટગાર્ડની પુરપાટ આવતી કાર  બેકાબુ થઇ જતા ફાટકના પાઇપ સાથે અથડાય ગયેલ અને પાઇપ તુટીને પીએસઆઇના માથામાં લાગતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલે લઇ જવાય છે.

(11:26 am IST)