Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ઉનામાં પુલ ઉપર છકડો રિક્ષા અને છોટા હાથી વચ્ચે અકસ્માતમાં યુવાન નદીમાં પડતા મોત

ઉના તા.રરઃ મચ્છુન્દ્રી નદીના પુલ ઉપર છકડો રીક્ષા અને છોટા હાથી ગાડી વચ્ચે અકસ્માત થયેલ જેમાં એક યુવાનનું નદીમાં પડી જવાથી પ્રકાશ બાબુભાઇ વાજા  (ઉ.વ.૩૨) રહે મોટા કોળીવાડા ઉનાનું મોત નિપજયું હતું.

મરણ જનારના ભાઇ જીતેન્દ્ર બાબુભાઇ વાજાએ ઉના પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા વાહન ચાલક (જી.જે. ૨૦ યુ. ૫૦૨૯) છોટા હાથી એ બેદરકારીથી અકસ્માત કરેલ છે. જેની તપાસ ઉના પોલીસે હાથ ધરેલ છે.(૧.૫)

(11:26 am IST)