Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વર્ષ ૨૦૧૮માં ફેસબુક પર ૯.૯૮ કરોડ, તો ટ્વીટર પર ૮૫ લાખ દેશ-વિદેશના ભકતોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા

શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો સોશ્યલ મીડીયા પ્રવાહમાં રેકર્ડ બ્રેક વધારો

પ્રભાસપાટણ તા ૨૨ : શ્રી સોમનાથ ટ્રસ્ટના  ચેરમેન શ્રીકેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રટરીશ્રી પ્રવીણભાઇ  લહેરીના માર્ગદર્શન હેઠળ ભકતો સોશ્યલ મીડીયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે, તેમજ પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે  તેવા આશય સાથે વર્ષ ૨૦૧પથી સોશ્યલ મીડીયામાં દર્શન-આરતી-ઉત્સવો-મહોત્સવો અપલોડ કરવાની શુભ શરૂઆત કરવામાં આવેલ.

તબકાવાર આ કાર્યને દેશ-વિદેશમાં વસતા શિવભકતોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, આ સંખ્યામાં ઉતરોતર રેકર્ડબ્રેક વધારો થતો જઇ રહ્યો છે. શ્રાવણમાં શરૂ કરેલ સોશ્યલ મીડીયા દર્શન સેવા સોૈ-હજાર-લાખ સુધી પહોચ્યા બાદ હવે કરોડ થયેલો છે. ફેસબુક પર વર્ષ ૨૦૧૮ માં૯.૨૮ કરોડ ભકતોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન-લાઇવઇવેન્ટ-આરતી-ઉત્સવ-મહોત્સવ વિગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે.

આ દર્શકોમાં ભારત  સહિત અમેરીકા, નેપાળ, આરબ અમીરાત, કેેનેડા, કુવેત,સા.અરેબીયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન,ન્યુઝીલેન્ડ, સા.આફ્રિકા, ફિલીપાઇન્સ, હોંગકોંગ, રશીયા, ચાઇના, ભુતાન, જાપાન,ફ્રાન્સ, ઇન્ડોનેશીયા સહિત ૪૬ દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્વસ્તરે ખુબ  પ્રચલિત ટ્વીટર જેમના ઉપર દેેશ-વિદેશના લોકો ખુબજ આગવી છાપ ધરાવે છે. આ ટ્વીટર પર વર્ષ ૨૦૧૮ માં ૮૫ લાખ જેટલા ભકતોએ દર્શન-આરતી સહિતનો લાભ લીધો હતો.

સોશ્યલ મીડીયા ખુબ સારી રીતે કાર્ય કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના આઇટી તથા પીઆર.ઓ વિભાગ દ્વારા ચોકસાઇ પૂર્વક તેમની કામગીરી કરવામાં આવે છે, સાથે જ આ બાબતે સીધુ મોનીટરીંગ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી, એકઝીકયુટીવ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવતું હોય છે. વર્ષ૨૦૧૯  દરમ્યાન ઉજવવામાં આવનાર ઉત્સવો-મહોત્સવો પણ સોશ્યલ મીડીયામાં લાઇવ થતા રહે અન ેભકતો સોશ્યલ મીડીયા દ્વારા સોમનાથ તીર્થધામ સાથે જોડાઇ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેમ સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે.

 

(11:22 am IST)
  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST