Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ટંકારાના હરબટીયાળીમાં સોનલબેન ભરવાડનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી તા. ૨૨ : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા સોનલબેન ભરતભાઈ ભરવાડ (ઉ.૨૭) વાળીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. સોનલબેનના મૃત્યુને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (૨૧.૧૦)

 

(10:27 am IST)