Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગાંધીજી દાંડી તરફ ગયા, આપણે ગાંધીજી તરફ જઇએઃ માંડવિયા

આજે મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં વડાપ્રધાન મોદીના વિડીયો કોન્ફરન્સ સંબોધન સાથે પદયાત્રાનું સમાપનઃ યાત્રામાં ગઇકાલે કેન્દ્રીય મંત્રી મેઘવાલ, સૌરભ પટેલ, વિભાવરીબેન, મોહનભાઇ કુંડારિયા, નરેન્દ્રબાપુ, અમિત ઠાકર વગેરેએ ભાગ લીધો

ભાવનગર તા.રરઃ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા પાલીતાણા પંથકના ગામોમાં ૭ દિવસ માટે યોજાયેલી ગાંધી વિચાર આધારિત પદયાત્રાનું આજે બપોરે લોકભારતી સણોસરા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉદ્દબોધન સાથે સમાપન થઇ રહયું છે. શ્રી માંડવિયાએ ગાંધીજીનાં માર્ગે ચાલવા આહવાન કર્યું છે.

ગઇકાલે કેન્દ્રીય જનસંશાધન મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલે યાત્રામાં જોડાઇ ગાંધી વિચારને જનજન સુધી પહોંચાડવા બદલ શ્રી માંડવિયાને અભિનંદન આપેલ. ગઇકાલની યાત્રામાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, મહિલા બાળ કલ્યાણમંત્રી વિભાવરીબેન દવે, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગુજરાત આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રબાપુ સોલંકી, ભાજપના પ્રદેશ મંત્રી અમિત ઠાકર વગેરે જોડાયા હતા.

આનંદ, આસ્થા અને અનૂભુતિની ગાંધી પદયાત્રામાં પ્રેરક કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સભામાં કહયું કે, ગાંધીએ દાંડી તરફ ગયા આપણે ગાંધી તરફ જવાનું છે.

સોમવારે વાળુકડ લોકશાળા ખાતે સમાપન પામી રહેલી આ ગાંધી પદયાત્રામાં કેટકેટલાય વિદ્વાનો, રાજનીતિજ્ઞો, કાર્યકરો અને ગ્રામજનો હૈયામાં ઉમળકા સાથે જોડાતતા રહ્યા અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સાથે ગાંધી સ્વરૂપે જોડાયેલા શ્રી દિપકભાઇ અંતાણી અને સૌ પદયાત્રીઓના ગામે ગામ સામૈયા સ્વાગત થયા.

રાજકારણી કરતા સમાજકારણી વધુ રહ્યા છે તેવી આ યાત્રાના પ્રેરક શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા મણારથી વાળુકડ અને લોકભારતી સણોસરા સુધીની પદયાત્રામાં તેમનો સ્પષ્ટ હેતું બુનિયાદી શિક્ષણ પર સમાજનું ધ્યાન ખેંચવા સાથે ગાંધી મૂલ્યોના સ્મરણ સાથે ઉજાગર કરવાનું જણાવી રહયો છે. ગાંધીએ દાંડી તરફ ગયા આપણે ગાંધી તરફ જવાનું છે.

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના વડા શ્રી અરૂણભાઇ દવે આ યાત્રા માટે ખૂબ આગ્રહી રહયા અને લોકભારતીના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રથમથી જ રહયા ઉપરાંત અન્ય કાર્યકરો, શુભેચ્છકો તેમજ ગાંધી મૂલ્યોમાં રસ ધરાવનારા કેટલાક- કેટલાંક દિવસ આ યાત્રામાં શ્રી માંડવિયા સાથે આવી આનંદ, આસ્થા અને અનુભૂતિની ગાંધી મૂલ્યોને માણ્યા છે.

પદયાત્રાની સભાઓમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ મંચ પાસે રેટિયા પર સુતર કાંતતા રહ્યા છે તો સભાઓનું સુંદર સંચાલન દિપકભાઇ ચૌહાણ કરી રહ્યા છે.

ગાંધી પદયાત્રાનાં શ્રી નીતિભાઇ ભિંગરાડીયાએ પાલીતાણા ખાતે, ભરતભાઇ મિસ્ત્રીએ ઘેટી ખાતે, શ્રી જય વસાવડાએ દુધાળા ખાતે, વિદ્યુતભાઇ જોશીએ રાણપરડા ખાતે તેમજ અન્ય વકતાઓએ મળીને ગાંધીજીના મહાવ્રત સંદર્ભે ઉદ્દબોધન કર્યા હતા. મહેન્દ્રસિંહ સોલંકી, લાલજી ભાઇ સોલંકી, દિગંતભાઇ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સંકલનમાં રહયા હતાં.(૧.૩)

(10:23 am IST)
  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST