Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કાલાવડ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન નાના વડાળા ગામમાં ઉજવાશે

જામનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

જામનગર તા. ૨૨ : તા.૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના પ્રજાસત્તાક દિનની ઉજવણી કાલાવડ તાલુકાના નાનાવડાળા ગામે તાલુકા શાળા બહારના મેદાન ખાતે સવારે ૯ કલાકે ધ્વજવંદન રાખવામાં આવેલ છે જેમાં તાલુકાના તમામ નાગરીકોને કાલાવડના મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જિલ્લાની સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જામનગર જિલ્લાની સંકલનઅને ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જામનગરના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિ શંકરએ દરેક અધિકારીઓને યોજનાકિય કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તથા સરકારની જુદી જુદી કચેરીઓ હસ્તકના લેણા વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા જણાવ્યુ હતું. તેમણે લોકો તરફથી મળેલ અરજીઓનો ઝડપી નિકાલ થાય, નાગરીક અધિકારપત્ર, કચેરી હસ્તકના અવેઇટ કેશ, પેન્શન કેશો, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેશો, મંત્રીશ્રી અને ધારાસભ્યોશ્રી તરફથી મળેલ પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ થાયતે માટે અધિકારીઓને સુચનો કર્યા હતા અને બાકી રહેતા સરકારી લ્હેણા વગેરેની ચર્ચા કરી લગત અધિકારીઓને તેમના નિવારણ માટે સુચના આપી હતી.

આ બેઠકમાં જામનગર શહેરના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી વલ્લભભાઈ ધારવીયા, કાલાવડના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મુસડીયા, જામજોધપુરના ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા તથા જિલ્લાના સંલગ્ન કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૪)

(9:40 am IST)