Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

હળવદમાં ભાગવત સપ્તાહમાં કથા શ્રવણમાં લીન થતા ભકતજનો

હળવદ તા.રરઃ  લક્ષ્મીનારાયણ મંદિરની વાડીમાં શ્રી રામબાલકદાસજી મહારાજની ૨૮મી પુણ્યતિથી નિમિતે પ્રતિ વર્ષની જેમ પરંપરાગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કથામાં વકતા તરીકે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકરામજી મહારાજ-વ્યાસપીઠ ઉપર બીરાજી કથાનું રોચક દષ્ટાંત સહિત શ્રોતાઓને રસપાન કરાવી રહયા છે.

કથાનું સ્થળ યોગેશ્વર ધામ, સંકટમોચન હનુમાનજીની જગ્યા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની વાડી હળવદ ખાતે કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨.૩૦ થી પ કલાક સુધી કથાની પૂર્ણાહુતિ તા. ૨૩ને બુધવારે થશે. કથાનું રસપાન શ્રવણ કરવા લોકો ઉમટી રહયા છે.(૧.૧)

(9:38 am IST)
  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST