Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વીંછીયા, જસદણ, ઉપલેટા, જેતપુર, ધોરાજીની

૨૪ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્ય અંગેના ફોર્મની આજે ચકાસણીઃ કાલે પાછા ખેંચવાનો છેલ્લો દિ'

પેટા ચૂંટણીમાં સરપંચ માટે ૨ અને સભ્ય માટે કુલ ૩૪ ફોર્મ ભરાયા સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે ૮૭ અને રાજ્યમાં ૪૦૧ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૨૨ :. હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકોટ, વીંછીયા, જસદણ, ઉપલેટા, જેતપુર, ધોરાજીની કુલ ૨૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે ૮૭ અને સભ્ય માટે ૪૦૧ ફોર્મ ભરાયા છે. આ તમામ ફોર્મની આજે ચકાસણી ચાલી રહી છે. સાંજે ફાઈનલ થશે, કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, બપોરે ૩ વાગ્યા બાદ કેટલા ઉમેદવાર તે ફાઈનલ થશે અને તા. ૪ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.

કલેકટર કચેરીના ચૂંટણી તંત્રના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, જીલ્લામાં રાજકોટ, કોટડા સાંગાણી, જામકંડોરણા, પડધરી, લોધીકા, વિંછીયા, જસદણ, ઉપલેટા, જેતપુર, ધોરાજી તાલુકાની ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ છે. જેમાં સરપંચ માટે-૨, સભ્ય માટે ૩૪ ફોર્મ ભરાયા છે. આ અંગે પણ ચકાસણી ચાલી રહી છે.

અત્રે તાલુકાવાઈઝ ગ્રામ પંચાયતની વિગતો જોઈએ તો

તાલુકાનું નામ

ગ્રામ પંચાયત સંખ્યા

સરપંચ

સભ્ય

ભરાયેલ કુલ ફોર્મ

વિંછીયા

૧૦

૪૧

૧૬૫

૨૦૬

જસદણ

૨૭

૧૩૮

૧૬૫

ઉપલેટા          

૧૧

૫૯

૭૦

જેતપુર

૩૦

૩૬

ધોરાજી

૧૧

(4:09 pm IST)