Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જુનાગઢ યાર્ડના ચેરમેન પદે ભીખાભાઇ ગજેરા રિપીટ

જુનાગઢ તા. ૨૨ : અત્રેના માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ભીખાભાઇ ચનાભાઇ ગજેરા રિપીટ થયા છે. યાર્ડના વર્તમાન ચેરમેન ભીખાભાઇ ગજેરાને અઢી વર્ષની મુદ્દત પુરી થતા આજે સવારે દોલતપરા સ્થિત યાર્ડ ખાતે ચેરમેન પદની ચૂંટણી અમરેલી જિલ્લા રજીસ્ટ્રાર એસ.એન.જોષીની દેખરેખ નીચે યોજાઇ હતી.

આ ચૂંટણીની મતદાન પ્રક્રિયા વેળાએ ખેડૂત વિભાગના ૮, વેપારી વિભાગના ૪, સહકાર ખરીદ વેચાણ મંડળીઓના બે, મળી ૧૪ ચૂંટાયેલા ડાયરેકટરો તેમજ ત્રણ નિયુકત ડાયરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેન પદની ચૂંટણીમાં ભીખાભાઇ ગજેરા સિવાય અન્ય કોઇએ ઉમેદવારી નહી નોંધાવતા ભીખાભાઇ ગજેરાને યાર્ડના ચેરમેન પદે બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન એલ.ટી.રાજાણી, એમ.ડી.દિનેશભાઇ કટારીયા, સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરા, કોર્પોરેટર ભરતભાઇ કારેણા, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા વગેરેએ ઉપસ્થિત રહીને શ્રી ગજેરાને અભિનંદન પાઠવ્યા હતા.

(3:50 pm IST)